( કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર. હાર્દીક પટેલ અને અમરીશ ડેરે તેમની આગવી શૈલીમાં સભા ગજવી હતી.
( ત્રિવેણી સંગમ)
ગિરગઢડા તા 28
ભરત ગંગદેવ….
ઉના ખોડલધામ ખાતે કોંગ્રેસ દ્વારા (ત્રિવેણી) કાર્યકમ નું આયોજન ઉના/ ગિરગઢડા મત વિસ્તારના ધારાસભ્ય પૂજાભાઈ વંશ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ. અને કાર્યકર્તા ઓ ઉમટી પડ્યા.
પૂજાભાઈ વંશ..
ઉના/ ગિરગઢડા તાલુકાના લોકલાડીલા નેતા પૂજાભાઈ વંશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2021.નું સ્નેહમિલન જનચેતના સંમેલન અને સાથોસાથ જગદીશભાઈ ઠાકોર ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ તરીકે નિમણૂક થયા છે વિપક્ષ નેતા તરીકે સુખલામભાઈ રાઠવાની નિમણુંક થઈ છે. તેમનો અભિવાદન.સમારોહ અને સાથોસાથ તાજેતર ની ગ્રામ પંચાયત ની ચૂંટણી ઓમાં જે સરપંચો અને વોડ માં જે સભ્યો ચૂંટાય આવ્યા છે. તેમનો પણ અભિવાદન નો કાર્યકમ એક સાથે અનેક પોગ્રામો જેને (ત્રિવેણી સંગમ) કહી શકાય તેવો કાર્યકમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યકમ માં જૂનાગઢ/ ગિરસોમનાથ બન્ને જિલ્લાના કોંગ્રેસ ના આગેવાનો પદાધિકારીઓ.તાલુકા પંચાયત. જિલ્લા પંચાયત. ના સભ્યો પૂર્વ સરપંચો અને કાર્યકર્તા ઓ વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોની અંદર ગુજરાત કોંગ્રેસ દ્વારા જે કાર્યકમો આપવામાં આવશે તે કાર્યકમો ને સરકાર ની વહીવટી નિષ્ફળતા ઓ છે તે જનજન સુધી પહોંચે ગુજરાત ના ગામેગામો સુધી પહોંચે. તે પ્રકારનો આજના આ ત્રિવેણી સંગમ કાર્યકમ માં સંકલ્પ કરવામાં આવ્યો છે.2022.ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર માં કોંગ્રેસ નો ઝંડો લ્હેરાય એ માટે ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. અને સંવેદના હીન જે પ્રકારે કાર્યપ્રણાલી પ્રમાણે કામગીરી સરકાર કરી રહીશે. તેની સામે લોકોને જાગુત કરવાના અને લોકોને ચેતના અપવામાટે ના ભાગતરીકે જે જવાબદાર આગેવાનો આવ્યા હતા તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂંટાયેલા સરપંચ ઓનો સન્માન સમારોહ પ્રદેશ પ્રભારી રઘુ શર્માજી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલજી તથા સૌરાષ્ટ્ર વિસ્તારના માન. ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં ઉના ખાતે યોજવામાં આવેલ.
આ તકે ગુજરાત વિધાનસભા જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને ઉના વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, તાલાલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ વાળા, સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય બાબુભાઈ વાજા, જુનાગઢ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, રાજુલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, મહુવા વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી કનુભાઈ કલસરીયા, ચંદ્રિકાબેન ચુડાસમા.ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્ય નુસરતભાઈ પંજા, જુનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયા, ગીર સોમનાથ મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા, ઉના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ ડાભી, ઉના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, ઉના શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ હીરપરા, ગીરગઢડા તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહીત વિવિધ મોરચાના પ્રમુખો, હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ અને ઉના શહેર/ગીરગઢડા/ઉના તાલુકાના સૌ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Attachments area


