Gujarat

ઊનાના સીમાસી ગામ પાસે કાર માંથી દારૂની ૯૯ બોટલો મળી આવી કાર ચાલક છુમંતર…

ઊનાના સીમાસી રોડ પર પોલીસનું સઘન ચેકિંગ દરમ્યાન કારને રોકાવેલ તેમ છતાં ભાગી જતાં હોય પોલીસે પીછો કરતા કારમાં બેસેલ બે શખ્સો કાર મૂકી નાશી ગયેલા હતા. અને કારની તલાસી લેતા કારની અંદર વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ગીરગઢડા પોલીસે બે આ શખ્સોને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે.
. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સીમાસી ગામે ગીરગઢડા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ ત્યારે કેસરીયા રોડ પરથી સફેદ કાર નં.GJ-10-AP-7102 વાળી નિકળેલ તેને પોલીસે રોકાવા જણાવતા કાર ચાલક નાશી છુટ્યો હતો. ત્યાર બાદ પોલીસે પીછો કરેલ પરંતુ કારમાં બેસેલા બે શખ્સો કાર રસ્તા પર મુકી નાશી છુટ્યા હતા. બાદમાં કારની અંદર ચેકિંગ કરતી ડેકીમાં બનાવેલ ચોરખાના માંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો બોટલો નંગ-૯૯ કિ.રૂા.૭૧,૬૧૦ તેમજ કાર સહીત મળી કુલ કિ.રૂ.૧,૭૧,૬૧૦ ના મુદામાલ કબ્જે કરી બે શખ્સો સામે ફરીયાદ નોધી તેને પકડી પાડવા પોલીસે ચક્રગતિમાન કરેલ છે.

-રોડ-પર-આવેલ-અને-વાહન-ચેકીંગની-દારૂ-મળી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *