Gujarat

ઊનાનો યુવાન પોણા બે વર્ષથી ગુમ..

ઊના શહેરના ભીમપરા રામેશ્વર ખાણ વિસ્તારમાં રહેતો સતેન્દ્રભાઇ લલનભાઇ ધુસીયા ઉ.વ.૩૩ મૂળ રહે. ઉતરપ્રદેશ, જીલ્લો બલીયા તા. ફેફના ગામ-બલેજી આ યુવાન છેલ્લા પોણા બે વર્ષ પહેલા તેમની પત્ની કંચનબેન સાથે અણબનાવ બનતા કંચનબેન તેમના માવતરના ધરે રિસામણે જતાં રહેલ હોય જેથી સતેન્દ્રભાઇ કેટલાક સમયથી માનસીક તણાવ આવી જતાં કોઇને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર પોતાના ધરેથી ક્યાંક નિકળી ગયેલ છે. આ ગુમ થયેલ યુવાનના શરીરે શ્યામ વર્ણનનો છે. તેમજ જમણા કાન ઉપર મસા હોય અને ઉંચાઇમાં આશરે પાંચેક ફુટ બે ઇંચ જેટલી છે. આ બાબતે ગુમ થયેલ યુવાનના ભાઇએ ઉના  પોલીસમાં જાહેર કરેલ છે..

-પોણા-બે-વર્ષથી-ગુમ...jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *