મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કોરોનાની મહામારી માં સૌ કોઈ વકોરોના વેકશીન લે અને કોરોના સામે લડત આપી શકે તેવા ઉમદા ઉદેસ્ય થી કઠલાલના ચૌહાણપુરા વિસ્તારમાં કોરોના વેક્સિનેશન કેમ્પ આયોજન કરાયું. આ કેમ્પમાં અત્યાર સુધી 150 જેટલા લોકોએ વેક્સિન લીધી અને હજુ મોટી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકો વેક્સિનનો લાભ લેશે.સમગ્ર કેમ્પનું આયોજન કઠલાલ અર્બન હેલ્થ સેન્ટર અને ચંદ્રસિંહ ચૌહાણ,દિલીપસિંહ ચૌહાણ તથા ગૌતમસિંહ સહિત વિસ્તારના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.ચૌહાણપુરા વિસ્તારના નાગરિકો એ વેક્સિનેશન નો લાભ લીધો હતો


