Gujarat

કરણી સેના દ્વારા ભુજમાં તાલિમ શિબિરનું આયોજન

ભુજ
ગુજરાતમાં આવતા ટૂંક સમયમાં સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે સલામતી દળોમાં નવ યુવાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે તેમાં સામેલ થવા ઇચ્છુક યુવકો માટે આ પ્રકારની શિબિરો ખૂબ ઉપીયોગ સાબિત થઈ શકે છે.ભુજ ખાતે આવેલા શક્તિધામ ગ્રાઉન્ડ ખાતે કચ્છ-ગુજરાત કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો માટે આગામી યીજનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવા હેતુ શારીરિક અને માનસિક ક્ષમતા પુરવાર કરવામાં મદદરૂપ ૧૫ દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવસના ૪ કલાક યુવાનોને સલામતી દળોમાં સામેલ થવા ઉપીયોગી પ્રશિક્ષણ સમાજના લોકો દ્વારા આપવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક સાથે ગુજરાતના ૧૩૦થી વધુ યુવાઓ ભાગ લઈ રહ્યા છે. શારીરિક તાલીમ કેન્દ્ર ખાતે ચાલી રહેલી પ્રશિક્ષણ શિબિરની માંડવી મુન્દ્રના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પણ મુલાકાત લઈ તાલીમાર્થીઓને સફળતાની શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વીંઝાણના અંગ્રણી વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુવાઓ માટે આ તાલીમ શિબિર તેમના ભવિષ્ય ઘડતરમાં ખૂબ ઉપીયોગી સાબિત થશે. આ પ્રકારના આયીજન કરવા બદલ કચ્છ કરણી સેનાના પ્રવિણસિંહ ઝાલા, ભચાઉના વિજયસિંહ મેઘુભા ઝાલા, વિરભદ્રસિંહને ધન્યવાદ આપું છું અને હજુ વધુ મોટા કેમ્પના આયોજન કરવામાં મદદરૂપ બનવાની નેમ વ્યક્ત કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *