Gujarat

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે ગાયમાતા ની અંતિમ વિધી કરી માનવતાનું એક ઉત્તમ ઉદારણ આપ્યું.

 દિલ્હીમાં જંન્તર મંત્તર પર ધારણા પર બેઠેલ અર્જુનભાઈ આંબલીયા જેઓ ગાય ને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે અને ગાય ને રાષ્ટીયમાતા નો દરજ્જો અપાવવા માટે દિલ્લી તેમજ ગાંધીનગર છાવણી ખાતે ગુજરાતના માલધારી સમાજના દિકરા ધારણા પર બેઠા છે ત્યારે ગાયને પશું નહી પણ એક પરીવારનો એક સભ્ય તરીકે ગણવામાં આવે છે. અને ગાયને માતા ગણી તેમનું પુજન કરવામાં આવે છે. હિન્દુધર્મ અનુસાર ગાય માતામાં ૩૩ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે અને ગાય માતા ના દુધ અને ગૌમુત્ર થી માનવ ના શરીર મા થતી અનેક બીમારીઓ દૂર થાય છે અને માટે જ ગાય ને માતા કહેવામાં આવે છે આજે અર્જુનભાઈ આંબલીયા એક વર્ષ થી પણ વધારે સમય થયા બાદ પણ આજે દિલ્લી જંતરમંતર પર ગાયમાતા ને રાષ્ટીય દર્રજો આપવા માટે ધારણા પર બેઠા છે જેના સમર્થન માટે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્પણ પુર તાલુકાના મેવાસા ગામ માં રહેતા
દેવાતભાઈ ભિખાભાઈ વરવારીયા જેઓ ની ગાય ઘણા સમય થી બિમાર હતી ઘણા ઇલાજ કરીયા બાદ પણ ગાય માતા નો જીવ ન બચી શક્યો અને ગાય માતા પરમધામ સિધાવ્યા જેના કારણે દેવાતભાઈ દ્વારા ગાય માતા ની અંતીમ વિધી કરવામાં આવી હતી અને ગાય માતા ને પશું નહી પણ પોતાનું પરીવાર નું એક સભ્ય ખોયા નું શોક વ્યક્ત કર્યો અને હિન્દું ધર્મ અનુસાર ગાયમાતા ની અંતીમ વિધી કરવામાં આવી હતી
અહેવાલઃ વજસીભાઈ વરવારીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *