Gujarat

છોટાઉદેપુર નગરપાલિકામાં યોજાયેલી ઉપપ્રમુખની ચૂંટણીમાં નરગીસબેન મકરાણી બિનહરીફ વિજેતા જાહેર થયા,

છોટાઉદેપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ જાકીરભાઇ દડી સામે તારીખ ૮મી ઓક્ટોબર ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી, જે અંગે આજરોજ જિલ્લા સેવાસદન ખાતે ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી છોટાઉદેપુરની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ પાંચ માંથી ચૂંટાયેલા મહિલા સભ્ય નરગીશબેન મકરાણી બિનહરીફ વિજેતા થયા હતા,છોટાઉદેપુર નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા થયેલા પ્રથમ મુસ્લિમ મહિલા નરગીસ બેન મકરાણીને તમામ લોકોએ શુભેચ્છાઓ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા,

રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *