Gujarat

જેતપુરના જેતલસરમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ઝેરી પાઉડર પીધો યુવાનને ઝેરી અસર થતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જેતપુર બાદ રાજકોટ ખસેડાયો

જેતપુરના જેતલસરમાં રહેતા યુવકને માતાએ કામ ધંધો કરવા અને ઘરમાં પૈસા આપી આર્થિક મદદ કરવા માટે ઠપકો આપ્યો હતો માતાના ઠપકાથી માઠું લાગી આવતાં યુવકે ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવાનને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે જેતપુર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતા સંજયભાઈ ભીખાભાઈ ચૌહાણ નામનો ૨૫ વર્ષના યુવક રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં બસ સ્ટેશનમાં હતો.ત્યારે ઘઉંમાં નાખવાનો પાવડર પી લીધો હતો યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં સંજય ચૌહાણ બે ભાઇ અને એક બહેનમાં નાનો અને અપરિણીત છે સંજય ચૌહાણને તેની માતા વનીતાબેને કામ ધંધો કરવા અને ઘરમાં પૈસા આપી આર્થિક મદદ કરવા બાબતે ઠપકો આપ્યો હતો માતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રએ ઝેરી પાવડર પી લીધો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *