Gujarat

જેતપુરમાં દારૂબંધી તેમજ ગુંડાગીરી નાબૂદ કરવા માટે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું..

જેતપુર માં ફુલ્યો ફાલ્યો નશાનો કારોબાર તેની આડમાં ઉછરતા ગુંડાગીરી નાબુદ કરવા અંગે મહિલા કોંગ્રેસ મેદાને

જેતપુર શહેરમાં ખુલ્લેઆમ ચાલતા દેશી અને વિદેશી દારૂના ધંધાઓના વિરોધનો જુવાળ દિવસેને દિવસે પર્વતી રહ્યો છે. જેતપુર-નવાગઢ નગરપાલિકાના સભ્ય શારદાબેન વેગડાની આગેવાનીમાં અગાવ તીનબતી ચોકમાં આંદોલન કરવામાં આવ્યું હતું શહેરમાં ચાલતા દારૂના ધંધાઓ બંધ કરાવવા પોલીસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ જેતપુર શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા નિંદ્રાધીન પોલીસ તંત્રને આટલા બધા આવેદનપત્ર આપવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના મહિલા કોંગ્રેસના આગેવાન દ્વારા આક્ષેપો કરતાઆ દારૂના દુષણના કારણે રાજયની હજારો બહેનો વિધવા બની છે અનેક પરિવારો ગરીબીના ખપ્પરમાં હોમાઇ ગયા છે તો કેટલાય પરિવારોના સભ્યો દારૂની કુટેવના કારણે ગંભીર બિમારીનો ભોગ બન્યા છે અને બેરોજગારીના ખપ્પરમાં પણ હોમાયા છે. દારૂના ધંધાના બુટલેગરો અને પોલીસની સાંઠ-ગાંઠના કારણે દારૂ બંધીનો કાયદો માત્ર કાગળ ઉપરજ છે કડકાઇથી અમલવારી કરવામાં પોલીસતંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે
જેતપુર શહેર પોલીસની ભષ્ટ્ર નીતિ-રીતીના કારણે દેશી-વિદેશી દારૂ વેંચનારા બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે.પોલીસ તંત્રની રહેમ નજરતળે બેફામ બનેલા બુટલગરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેઓ માહોલ જોવા મળી રહ્યોં છે. જેતપુરમાં દારૂ વેચાણ ની જગ્યાઓ પર દરોડા પાડીને દારૂની બદી કરવામાં આવે તેવી મહિલા કોંગ્રેસ દ્વારા માંગ ઉઠવા પામી છે.
નવી પેઢીને નશા મુકત કરાવવાની નેમ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા પોલીસ દ્વારા કાર્યવાહીના કરાતા તંત્રને ઉજાગર કરવા જેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર
Attachments area

IMG-20211116-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *