ભારત એક ખેતી પ્રધાન દેશ છે જેમાં ખેડૂત નું આગવું મહત્વ છે એટલે તો આપણે ખેડૂત ને અન્ન દાતા નું બિરુદ આપ્યું છે અને ખેડૂત પોતાની કોઠા સુજથી નવતર ખેતી કરતા પણ અચકાતા નથી અને ત્યારે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ ને લઈ ખેડૂત મગફળી કપાસ નાં વાવેતર ઓછું કરી રહ્યા છે.ત્યારે ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે અને ઓર્ગેનિક ખેતી ખર્ચ વગર ની હોઈ અને ફાયદાકારક હોઈ ત્યારે અમરનગર ગામના ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અમરનગર ગામના ખેડૂત ખેતર મા પાંચ વર્ષ થી ઓર્ગેનિક શેરડી નું વાવેતર કરી રહ્યા છે ઓર્ગેનિક ખેતી એ ખર્ચ વગર ની ખેતી છે માત્ર જયારે વાવેતર કરાતું ત્યારે વાવેતરનો ચાર થી પાંચ હજારનો ખર્ચ થાય છે ત્યાર બાદ તેમાં એકપણ રૂપિયા નો ખર્ચ થતો નથી આ ઓર્ગેનિક ખેતી મા માત્ર છાણીયુ ખાતર સિવાય કોઈપણ પ્રકાર નું અન્ય ખાતર દવા ઉપયોગ કરતા નથી અને છાણીયા ખાતર ને કારણે પાણી પણ ખેતીમા ઓછું જોઈ છે અને ઉત્પાદન વધુ આવે છે હાલ માર્કેટમાં જે દેશી શેરડી આવી રહી છે તે મોંઘા ભાવની દવા છટકાવ કરેલી શેરડી આવે છે જે ખાવામાં કઠણ અને મોળી હોઈ છે
ખેડૂત નિલેશભાઈએ જણાવ્યા મુજબ ઓર્ગેનિક શેરડી ખાવામા ખુબજ પોચી અને સ્વાદ મા એકદમ મીઠી મધુરી હોઈ છે અને શરીર માટે ગુણકારી હોઈ છે અને શિયાળા મા આ શેરડી ગુણકારી હોઈ છે છેલ્લા પાંચ વર્ષ થી ઓર્ગેનિક શેરડી નું વાવેતર કરિ છી જે શેરડી અમારે બજાર મા વેચવા જવી નથી પડતી એટલે અમારે બજાર નાં ભાડા તેમજ અન્ય ખર્ચ મા મોટી બચત થાય છે અમારે ત્યાં અહીં દુરદૂર થી લોકો શેરડી લઈ જાય છે પોતાના ખેતર માં 100 રૂપિયા મણ લેખે વેચાય છે જ્યારે બજાર મા મોંઘી અને મોળી શેરડી કરતા આ ગુણકારી શેરડી હોઈ તરત અહીજ વેચાણ થઈ જતું હોઈ અમને ડબલ ફાયદો થાય છે અને આ ખેતી કરવાથી અમને ઘણો ફાયદો થયો છે.
હરેશ ભાલીયા જેતપુર


