Gujarat

તા.૨૪-૧૧-૨૦૨૧ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

તાલુકા સ્વાગત કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા વ્યવસ્થા ગોઠવવાની સરકારશ્રીની સુચનાઓ અન્વયે ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં દર માસે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લાયઝન અધિકારીશ્રીઓને નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરીબ અને વંચિત નાગરીક પોતાનો પ્રશ્ન રજુ કરી ન્યાય મેળવી શકે તે માટે અધિકારીશ્રીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી સંચાલન કરશે તેમજ લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જિલ્‍લા કલેકટરશ્રી, મામલતદાર કચેરી, મહેમદાવાદ ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મામલતદાર કચેરી ગળતેશ્વર ખાતે, પોલીસ અધિક્ષકશ્રી, મામલતદાર કચેરી, વસો ખાતે, નાયબ વનસંરક્ષકશ્રી નડીઆદ, મામલતદાર કચેરી માતર ખાતે, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નડીઆદ મામલતદાર કચેરી, ખેડા ખાતે, પ્રાંત અધિકારીશ્રી ઠાસરા, મામલતદાર કચેરી ઠાસરા ખાતે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ખેડા નડીઆદ મામલતદાર કચેરી, કઠલાલ ખાતે, નાયબ કલેકટરશ્રી, મધ્યાહન ભોજન યોજના નડીઆદની મામલતદાર કચેરી મહુધા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલતદાર કચેરી નડીઆદ ખાતે, નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી, નડીયાદ મામલતદાર કચેરી, કપડવંજ ખાતે સંચાલન ક૨વા માટે તાલુકાવાર અધિકારીશ્રીની નિમણુક કરવામાં આવી છે. આ તાલુકાઓમાં અગાઉ સંબંધિત કચેરીએ પોતાની રજુઆત  કરી હોય અને નિરાકરણ આવેલ ન હોય તેવા પ્રશ્નો રજુ કરવા જાહેર જનતાને જાણ થવા વિનંતી છે.
આ કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર હેઠળની અરજીઓ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી પેન્શન, રહેમરાહે નોકરી અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતો વિગેરેનો સમાવેશ કરવામાં આવશે નહીં તેમ નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ ખેડા-નડીઆદની અખબારીયાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *