Gujarat

ધ્રાંગધ્રાના પ્રખ્યાત શ્રી મસાણ ની મેલડી માતાજી નું આલ્બમ સોંગ નું શૂટિંગ કરાયું …….

 (વિસ્તારના અનેક નામી-અનામી કલાકારો અને શ્રદ્ધાળુઓ હાજર રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા.)
ધ્રાંગધ્રા :
ધાંગધ્રા આજુબાજુના વિસ્તારમાં અપાર શ્રદ્ધા તેમજ લોકોના હાજરા હજૂર રહીને શ્રદ્ધાળુ ભક્તોના દુઃખ દૂર કરનાર એવા પરચાધારી અને પ્રખ્યાત શ્રી મસાણ ની મેલડી માતાના ગીતો તેમજ ગરબા ને સુંદર અને સંગીતમય રીતે ફિલ્માંકન કરીને એક વિડીયો મૂવી આલ્બમ બનાવાયું હતું  શક્તિ સરકાર ઓફિશિયલ સ્ટુડિયો ના શૂટિંગ ના આ પ્રસંગે કવિ અને ગીતોના લેખક તેમ જ શક્તિ સરકાર સ્ટુડિયો ના ઓફીશિયલ લેખક કવિ કે દાન ગઢવી  તેમજ ગાયક પ્રવીણ ભાઈ વણઝારા તેમજ ધાંગધ્રા વિસ્તારમાં જાણીતા અને વાણીયા કુટુંબ નું ગૌરવ તેમજ ઊભરતા કલાકાર એવા દીપ ભાઈ વાણીયા સાથે મયુર પરમાર, જીગ્નેશ ચોહાણ, મુસ્કાન જોબન પુત્રા, સોના દેશાણી, ક્રિષ્ના શાહ સહિત ના પ્રખ્યાત એક્ટરો અને સાથે સહયોગી કલાકાર. રવિ કુમાર વાણીયા, જયદીપ પરમાર, દીપક રાઠોડ, પરેશ પ્રજાપતિ ની સાથેસમગ્ર શક્તિ સરકાર ઓફિશિયલ ટીમ હાજર રહી માતાજીની દયા થી આલ્બમ સોન્ગ નું સફળતા પૂર્વક શૂટિંગ કર્યું હતું જેમાં સ્થાનિકોએ પણ સહકાર પૂર્વક એન્જોય કર્યું હતું હા આલ્બમ આગામી ટૂંક સમયમાં રિલીઝ થઈ ને લોકોને ભક્તિભાવ કલાકારોને સફળતા તેમજ ધાંગધ્રા ની શ્રી મસાણી મેલડી માતાજી ની આસ્થા અને શ્રદ્ધા પણ ચારે તરફ વધુ ને વધુ ફેલાવે એવી  ટીમ ની શુભેચ્છાઓ અને માતાજી ના  આશીર્વાદ પણ મેળવ્યા હતા.

IMG-20211127-WA0147.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *