Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામ નજીક કારમાંથી વિદેશી દારુ ઝડપાયો.

(પોલીસે બોલેરો કારમા તપાસ કરતા કુલ 1.18 લાખનો વિદેશી દારુ મળી આવ્યો)
          ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગત મોડી રાત્રી દરમિયાન પેટ્રોલીંગમા હોય તેવા સમયે બાતમીના આધારે રાજસીતાપુર ગામ નજીક કારમા વિદેશી દારુ હોવાની બાતમીના આધારે પોલીસે કારનો પીછો કરી કારને આતરી લેતા કાર ચાલક નાશી છુટ્યો હતો જ્યારે કારમા તપાસ કરતા અંદરથી 1.18 લાખનો વિદેશી દારુ મળી આવતા કાર સહિત 4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાયઁવાહી હાથ ધરી હતી.
            પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ યુ.એલ.વાઘેલા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ દેથલીયા, મદિનખાન સહિતનો સ્ટાફ ગત મોડી રાત્રે પેટ્રોલીંગ મા હોય તેવા સમયે રાજસીતાપુર થી ભારદ ગામ તરફ જવાના રસ્તે કારમા વિદેશી દારુ હોવાની બાતમીના આધારે કારનો પીછો કયોઁ હતો જીજે ૧૩ સીસી ૨૭૪૬ વાળી સફેદ કલરની બોલેરો કારને થોડો દુર પોલીસે આતરી લેતા કાર ચાલક નાશી છુટ્યો હતો જ્યારે પોલીસે કારમા તપાસ કરતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડની 231 નંગ દારુની બોટલ તથા 28 નંગ બિયર ટીન મળી 1.18 લાખનો દારુ તથા કાર કબ્જે લઇ કુલ 4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરાઇ હતી.
Attachments area

IMG-20211127-WA0161.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *