Gujarat

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે ઉપર મોડી સાંજે છકડો પલ્ટી ખાતા આધેડ મહિલાનું મોત.

(ગરીબ મજૂરી કામ કરીને પેટિયું રડતા મહિલાના પરિવાર ઉપર આભ તૂટ્યું )

ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર છકડો રીક્ષાચાલક નીચે પટકાતા એક મજુર આધેડ મહિલાનું મોત નિપજ્યું હતુ જેમા ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ તરફથી પ્લાસ્ટીક તથા પોલીથીન એકઠો કરવાનુ કામ કરતા અને મુળ ધ્રાંગધ્રા ખાતે રહેતા લાડુબેન ભીખાભાઇ સલાટ ઉમર આશરે 45 વષઁ વાળા પ્લાસ્ટીક એકઠુ કરી છકડો રીક્ષામા કુડા ગામ તરફથી પોતાના ઘર તરફ આવતા હતા જ્યારે છકડો રીક્ષા ધ્રાંગધ્રા-માલવણ પર આવેલી કુડા ચોકડી નજીક પહોચતા ચાલુ વાહન પરથી આધેડ નીચે પટકાતા તેઓના માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઁ પહોચી હતી ઇજાઁગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યા તબીબ દ્વારા લાડુબેન ભીખાભાઇ સલાટને મૃત જાહેર કરતા પરિવારમાં દુખ ની લાગણી પ્રસરી જવા પામી હતી આ તરફ તબીબ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે A.D દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *