Gujarat

ધ્રાંગધ્રા મિલ્ટરી સ્ટેશન ખાતે યોજાયેલ સુરેન્દ્રનગર એન સી સી  નાં કાર્યક્રમની પુર્ણાહુતી. 

(એન્યુઅલ કમ્બાઇન્ડ ટ્રેનિંગ કેમ્પ ની સમાપ્તિ )
ધ્રાંગધ્રા :
26 ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગર એન સી સી દ્વારા એન્યુઅલ કમ્બાઇન્ડ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન ધ્રાંગધ્રા મીલીટરી સ્ટેશન ખાતે રખાયેલ આયોજન સુંદર રીતે પૂર્ણ થયું હતું. 8 દિવસના આ ટ્રેનિંગ કેમ્પમાં 250 જેટલાં એન સી સી ક્રેડેટ છોકરા અને છોકરીઓએ ભાગ લીધેલ હતો જેનું મંગળવારે સાંજે સમાપન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં સુંદર આયોજન સાથે ડ્રિલ, વેપન ટ્રેનિંગ, બેટલ ક્રાફટ – ફિલ્ડ ક્રાફટ અને મેપ રીડિંગ નું પ્રશિક્ષણ આપવા સાથે સ્પોર્ટ્સ ડ્રિલ, ફાયરિંગ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું જેમાં સૌ એન સી સી ક્રેડેટ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.
હિતેશ રાજપરા મારફત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *