Gujarat

પ્લાસ્ટિકને નષ્ટ થવામાં અનેક મિલિયનનો સમય લાગી જાય છે, જેથી લોકોએ જાગૃત બનવું પડશે

રાજકોટ
દિવસે ને દિવસે પ્લસ્તિક નો ઉપયોગ ઓછો કરવાથી પૃથ્વી પર નું વાતાવરણ બચવા માટે ખુબ મોત ફાળો આપી સકાય છે, પ્લાસ્ટિકની બનાવટના ડિસ્પોઝેબલ વસ્તુઓ જેમ કે કપ, ડીશ અને ગ્લાસ વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની માગ સાથે કરવામાં આવેલી જાહેર હિતની અરજી અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને નીરલ મહેતાની ખંડપીઠે સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ગંભીર નોંધ લેતા કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું કે એક સંશોધન પ્રમાણે પ્લાસ્ટિકને નષ્ટ થવામાં અનેક મિલિયનનો સમય લાગી જાય છે, જેથી લોકોએ જાગૃત બનવું પડશે, જયારે વર્ષ ૨૦૧૮માં પ્લાસ્ટિકની બનાવટની વસ્તુઓ સામે પ્રતિબંધ મુકવા માટેની જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અંગે કોર્ટે મહત્વપૂર્ણ બાબતો ધ્યાન પર લીધી અને ટકોર કરી કે પ્લાસ્ટિકના દૂષણને દૂર કરવાનો સમય થઈ ગયો છે. પૃથ્વી પર પ્લાસ્ટિક સૌથી નુકસાન કરતી વસ્તુ છે, તેમ છતાંય લોકો પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પ્રદૂષણ અંગે જાગૃત નથી તે દુખદ બાબત છે. આજે દરેક સ્થળ પર, જેમ કે શહેર હોય કે ગામ કે ટાઉન કે દરિયાઇ કાંઠો, જાહેર બગીચા કે સ્થળ હોય તો ખાલી પ્લાસ્ટિકની બોટલ, થેલીઓ વગેરે જાેવા મળે છે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.
હાઇકોર્ટે જાહેર હિતની અરજીના તમામ પક્ષકારોને કોર્ટને સહકાર આપવા તથા કોઈ તેના ઉપયોગને રોકવા માટેના પ્રયાસ કરવા પણ કહ્યું છે. આ બાબતે એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા દેવાંગ વ્યાસને કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ વાત મુકતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના વધુ પડતાં ઉપયોગના કારણે ડ્રેનેજ અને સુએજ સિસ્ટમ બ્લોક થઇ જાય છે. જેને મશીનની મદદથી પણ સાફ કરી શકાતી નથી. મેનહોલમાં માણસને ઉતારવા પર પ્રતિબંધ છે. આમ પ્લાસ્ટિકના ઉપયોગ કારણે મોટી સમસ્યા સર્જાઇ રહી છે. આ કેસની વધુ સુનાવણી ૧૦ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટે ની ખંડપીઠે સરકારને એવી ટકોર કરી હતી કે, લોકોને પ્લાસ્ટિકના ઉપયોગની ભંયકરતા વિશે જાગૃત કરો. સરકારે એવી દલીલ કરી હતી કે, મલ્ટિ લેયર પ્રોડકટ હોવાથી રિસાયકલ થઇ શકતા નથી. જાેતે શરીરમાં જાય તો શું થાય તે આપણે સમજી શકીએ છીએ. કોર્ટે એવી ટકોર કરી હતી કે પબ્લિક એવેરનેસ એ સૌથી મોટો પડકાર છે. પેપર કપમાં પણ પ્લાસ્ટિકનું લેયર હોય છે તેથી પાર્યાવરણ માટે નુકશાનકારક છે. શહેર, ગામડા કે જંગલમાં પણ પ્લાસ્ટિક બોટલના ઢગલાનો નિકાલ કરવાની કોઇ પદ્ધતિ નથી. લોકોને ખબર નથી કે તેમના આરોગ્ય સાથે પ્લાસ્ટિક કેટલું નુકશાન કારક છે. પણ કોર્પોરેશન અને સરકારે તેની જાગૃતિ માટે તમામ પગલા લેવા પડશે. પર્યાવરણની ગંભીર સમસ્યા સર્જાય તે પહેલા આપણે પગલાં લેવા જાેઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *