વડોદરા
અકોટા વિસ્તારમા યાજાયેલ આ કાર્યક્રમમાં નિમણૂક પત્રો આપવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા આજવા રોડ પર યોજયેલા સુશાસન ,સપ્તાહના કાર્યક્રમમાં ભીડ ઉમટી પડી હતી અને જમવા માટે ખેડૂતોએ લાંબી લાઇનો લગાવી હતી. વાઘોડિયાના ધારાસભ્ય અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીના ચેરમેન મધુભાઇ શ્રીવાસ્તવે આ પ્રસંગે સંબોધનમાં કહ્યું હતું કે, ભાજપની સરકારે વચેટીયાઓને દૂર કરીનેલાભાર્થીઓને લાભ આપ્યા છે. દીકરો બીમાર હોય અને મા-બાપને પણ પાસે ન જવા દેવામાં આવે તેવા કોરોનાના બે વર્ષ આપણે પસાર કર્યાં છે. ભગવાને પ્રાર્થના છે કે હવે આપણા આ સમયમાંથી પસાર થઇને નિરોગી રહીએ.સુશાસન સપ્તાહની ઉજવણી રૂપે વડોદરામાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અનેક રોજગાર વિભાગ દ્વારા રોજગાર નિમણૂક પત્રો, એપ્રેન્ટિસ કરાર પત્રો અને ઇ શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું.
