(દરોડામાં એક ડમ્ફર હાથ લાગ્યુ અને રેતીવોશ પ્લાન્ટ તોડી પડાયા)
ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ પર ખાણ-ખનીજ વિભાગ દ્વારા કાયઁવાહી હાથ ધરવામાં આવી છે.હમણાં ત્રણેક દિવસ પહેલા સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા અચાનક દરોડો કરી નારીચાણા ગામે ચાર અને રાવળીયાવદર ગામે એક એમ કુલ પાંચ જેટલા વોશપ્લાન્ટ તોડી પાડવામા આવ્યા હતા આ તરફ પ્લાન્ટ તોડી પાડવા છતાય નુકશાની કરતાં મફત નો નફો રળી ને છાકટા બનેલા ભૂમાફિયાઓ દ્વારા બીજા જ દિવસે ફરી નારીચાણા ગામે ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ધમધમી ઉઠ્યા હતા જેથી ફરી એક વાર સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના સ્ટાફ દ્વારા ગત રાત્રે દરોડો કરી કેટલાક રેતી વોશ કરવાના ગેરકાયદેસર પ્લાન્ટને તોડી પાડ્યા હતા આ સાથે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગેરકાયદેસર વીસ ટન રેતી ભરેલુ ડમ્ફર ઝડપી લઇ વાહનનો ચાલક બળદેવ સેલાભાઇ ભરવાડ પર કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ધ્રાંગધ્રા પંથકમાં મોટી માલવણ, ભરાડા, નારીચાણા, ગાજણવાવ, રાવળીયાવદર સહિતના ગામોમા ચાલતા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતી ખનનનો દિન દહાડે ધંધો ચાલતો નજરે પડે છે આ બાબતે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરે રજુવાત થતા તંત્ર હરકતમા આવી દરોડાની કાયઁવાહી હાથ ધરતા ખનન માફીયાઓમા ફફડાટ ફેલાયો છે.


