ગિરગઢડા
ભરત ગંગદેવ
26 ડિસેમ્બર 2021, રવિવાર સવારે ૧૦થી બપોરના ૪=૦૦ દરમિયાન સ્થળ : દૂધનાથ મહાદેવ એ.સી. હોલ, જૂના વાડજ સર્કલ, દધિચી બ્રિજના છેડે, જૂના વાડજ, અમદાવાદ ૩૮૦૦૧૩ ખાતે પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રમુખ દ્વારા આયોજિત આર. જે. પટેલ ISA Retd સુરતના અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાતમાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં નયા ગુજરાત લોક અધિકાર જાગૃતિ સમિતિનું વાર્ષિક સંમેલન મળ્યું હતું.
આમંત્રિત મહેમાનો તેમજ આરટીઆઈ કાર્યકરોનું ઢોલ, શરણાઈના સૂર તેમજ રંગબેરંગી ફટાકટા સાથે કાર્યક્રમ સ્થળે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રમુખ તથા જયંતિભાઈ આહીર કાર્યકારી પ્રમુખ એ મહેમાનોને ડાયસ પર સ્થાન લેવા સાથે તેમનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. એ સાથે ‘વંદેમાતરમ્’ રાષ્ટ્ર ગાનથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
કાર્યક્રમમાં સી.એસ. બલાત IAS Retd, વાલજીભાઈ પટેલ પ્રસિદ્ધ સામાજીક કાર્યકર, પ્રદિપ શાહુ, એક્ટીવિસ્ટ, લોકનાથ એડવોકેટ, એચ. જે. પરમાર નવસારી, પરિક્ષિત રાઠોડ સુરત, ભીખુભાઈ બાટાવાલા ખાભા, મનીષાબહેન પરીખ વડોદરા, શૌકત મિર્ઝા સુરત, અમરસિંગ ખાલસા, રોહિતભાઈ પટેલ એડવોકેટ, જેસાભાઈ ગઢવી જામખંભાળિયા, રમેશભાઈ રાણા ડીસા, સુશ્રી પાર્વતી બેન ડાંગી દાહોદ, શ્રી વાલજીભાઈ જાદવ, શફી શેખ સુરત, સુશ્રી મંજુલાબેન સેવક ઉદલપુર, અજયભાઈ પટેલ, શ્રી ચિમનભાઈ ચૌહાણ, હરેન્દ્ર સેવક ઉદલપુર, દલજીતસિંહ જાટ અમીરગઢ, અજયભાઈ રામી, હીરાલાલ પુવાર, કમલેશ સોલંકી દેવગઢ બારીયા સહિત મોટી સંખ્યામાં આરટીઆઇ કાર્યકર્તાઓ એ હાજરી આપી સંમેલનને સફળ બનાવ્યું હતું. આમંત્રિત મહેમાનો તથા સંસ્થાના માનનીય સદસ્યોએ વાર્ષિક સંમેલન સાથે એક દિવસીય જ્ઞાન શિબિરમાં વિષય નિષ્ણાંત તરીકે પોતાના અનુભવો સાથે આરટીઆઇ કાયદાની સરળ શબ્દોમાં વિસ્તૃત સમજ આપી શોષિતો, પીડીતો, અન્યાયનો ભોગ બનેલા લોકોને આ કાયદાના માધ્યમથી કેવી રીતે મદદરૂપ થઈ શકાય ? અને સરકારી તંત્રમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર કેવી રીતે જાહેર કરી શકાય તેની ઝીણવટભરી સમજ આપી હતી.
કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સાથે છેલ્લા બે વર્ષ દરમિયાન આરટીઆઇ ક્ષેત્રે નોંધનીય કામગીરી કરનારા એક્ટીવીસ્ટોનું ફુલહાર, શાલ સાથે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. એ સાથે માહિતી અધિકાર અધિનિયમ (કાયદા) 2005ની સંક્ષિપ્તમાં સમજ આપતી પુસ્તિકાના વિમોચન કરી સંમેલનમાં ઉપસ્થિત કાર્યકરોને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સંમેલનના અધ્યક્ષ સ્થાનેથી શ્રી આર. જે. પટેલ IAS Retdએ કલેકટર,, ડીડીઓ તરીકે બનાસકાંઠા, તાપી, સુરત વગેરે સ્થળોના સેવાકાળ દરમિયાનના પોતાના અનુભવો સાથે આરટીઆઈ કાયદો જનસમાજ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે ? તેની વિસ્તૃત સમજ સાથેનું રસપ્રદ વ્યક્તવ્ય આપ્યું. તાલિમ શિબિરના અંતે કાર્યકરોને મુંઝવતા પ્રશ્નોના કાર્યક્રમના અધ્યક્ષ, સંસ્થાના પ્રમુખ તેમજ કાર્યકારી પ્રમુખે સંતોષજનક જવાબો આપી કાર્યક્રમને વધુ રોચક બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ આહીર કાર્યકારી પ્રમુખ એ કરેલ હતું. તથા તાલીમ શિબિર સાથે વાર્ષિક સંમેલનને સફળ બનાવવામાં આમંંત્રણને માન આપી હાજર રહેલા મહેમાનો તેમજ આરટીઆઈ કાર્યકરોનો સંસ્થાના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ પટેલ એ આભાર માન્યો હતો.
આરટીઆઈ એક્ટ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેવા ગુજરાતના દૂર દૂર વિસ્તારોમાંથી આવેલા કાર્યકરોને રહેવા માટે વિશ્રામગૃહ તેમજ સર્કિટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી ગ્રામ, તાલુકા તેમજ જિલ્લા કક્ષાથી આવતા હોદ્દેદારો તેમજ સભ્યો માટે સવારના 10=00થી બપોરના 12=00 દરમિયાન ચા-પાણી, ગાંઠીયા- જલેબી સાથે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સાંજના 4=00 કલાકે તાલીમ શિબિરમાં હાજર રહેલા સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો માટે સુરુચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.


