Gujarat

મહુધા શહેરમાં  ઠેર ઠેર કચરાના ઢગ વચ્ચે જોખમાતું નગરજનોનું આરોગ્ય 

રીપોર્ટ.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા  શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે.નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવા તેમજ શહેરમાં સ્વચ્છતા જાળવવા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.જેને લઈ નગરજનો સહિત પશુઓનું આરોગ્ય પણ જોખમાયું છે.કચરાના ખડકાયેલા ઢગમાંથી પ્લાસ્ટિક કચરો આરોગતા અબોલ પશુઓના જીવ જોખમાઈ રહ્યા છે.કચરાના ઢગમાંથી તીવ્ર દુર્ગંધ તેમજ ગંદકીને લઈ પસાર થવું નગરજનો માટે મુશ્કેલ બની રહ્યું છે.જો કે
મહુધા નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા પણ કાયદેસર દંડની કાર્યવાહી કરી હતી.તેમ છતાં દુકાનદારો અને લારી – ગલ્લા દ્વારા બેફામ પ્રતિબંધીત પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વપરાશ થાય છે અને પ્રતિબંધીત પ્લાસ્ટિક નો જાહેર રોડ – રસ્તા કચરો પણ જોવા મળે છે અને એજ પ્રતિબંધીત પ્લાસ્ટિક અબોલ પશુઓ ખાતાં દેખાય છે.જો નગરપાલિકા દ્વારા કડકમાં કડક દંડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો પ્લાસ્ટિકનું વપરાશ બંધ થઈ શકે તેમ છે.
ત્યારે સરકારના સ્વચ્છતા અભિયાનની હાંસી ઉડાવતી મહુધા નગરપાલિકા દ્વારા વહેલી તકે કચરા નિકાલની યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેમ નગરજનો ઇચ્છી રહ્યા છે.

IMG-20211214-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *