રાજકોટ
રાજકોટ ને મળશે વધુ એક સારી હોસ્પીટલ, શહેર માં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઘણી બધી દૂરથી દર્દીઓ સારવાર કરવા આવે છે જેથી આવનારા લોકો ને હાલાકી ના ભોગવી પડે તે માટે આ પ્રકારની બીજી નવી વધારાની વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારે ર્નિણય લીધો છે અને તે માટે પધ્મકુંવરબા હોસ્પિટલ પાર્ટ–ટુ રૈયામાં બનાવવાનો ર્નિણય કરાયો છે.આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,પદ્મકુંવરબા સિવિલ હોસ્પિટલ માટે ૧૦ હજાર ચો.મી. જમીનની ફાળવણી કરી છે. જ્યાં રૈયામાં આવેલી સરકારી ખરાબાની જમીન ફાળવવાનો હાલ ર્નિણય કરવામાં આવ્યો છે.
ખાસ તો જાેવામાં આવ્યું છે કે રાજકોટમાં નવા વિસ્તારો અને વસ્તીની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરની જનસંખ્યા વધીને ૨૦ લાખની ઉપર પહોંચી ગઈ છે. જેના પગલે હવે શહેરમાં વધુ એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા રૈયામાં ૧૦,૦૦૦ ચો.મી.ની જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં સિવીલ હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ એમ બે જ હોસ્પિટલો કાર્યરત છે. જેમાં હવે વધુ એક હોસ્પિટલનો ઉમેરો થતા નગરજનોની આરોગ્ય સુવિધામાં વધારો થશે. બીજી તરફ જામનગર રોડ પર એઇમ્સ ખાતે પણ આગામી માસથી ઓપીડીની સુવિધા શરુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. કોરોના કાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા દર્દીઓને ન છૂટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘીદાટ સારવારનો સહારો લેવો પડયો હતો. આ સંજાેગોમાં નવા રાજકોટમાં રૈયા ગામમાં ૧૦,૦૦૦ ચો.મી. ઉપર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવેલ છે.સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં હાલ સિવિલ તેમજ ઝનાના એમ બંને હોસ્પિટલ કાર્યરત છે. જ્યારે ગુંદાવાડી ખાતે પદ્મકુંવરબા હોસ્પિટલ આરોગ્ય સુવિધા પુરી પાડી રહી છે. જે બાદ રૈયા ગામમાં પણ હવે રાજ્ય સરકાર દ્વારા પદ્મકુંવરબા સિવીલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે


