Gujarat

ભુજમાં શાક માર્કેટ આધેડનો રૂ. ૩૨ હજારનો મોબાઈલ ફોન ચોરાયો

ભુજ
ભુજ માં ગઠીયાઓ ની ટોળકી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે, વાણીયાવાડ ખાતે સવારે છૂટક/જથ્થાબંધ શાક માર્કેટ પાસે શાકભાજી ખરીદતાં સમયે એક આધેડનો રૂ. ૩૨ હજારનો મોબાઈલ ફોન ચોરાયો હતો. શહેરના જય નગર ખાતે રહેતા જનકભાઈ મહેન્દ્રભાઈ શાકભાજી ખરીદવા ગયા હતા, આ દરમિયાન કોઈ ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાં રહેલો સેમસંગ કંપનીનો રૂ. ૩૨ હજારની કિંમતનો સ્માર્ટ ફોન સેરવી ગયો હતો.
જિલ્લા મથક ભુજ શહેરમાં લોકોની ચહેલપહેલ ફરી કોવિડ પૂર્વે હતી તેવી સામાન્ય બની છે. બજારોમાં પણ હવે પહેલા જેવી જ ભીડ જાેવા મળી છે, જે ધંધા રોજગારની દ્રષ્ટિએ સારા સંકેત આપે છે. પરંતુ આ ભીડનો અમુક તસ્કરોની ટોળકી ગેરલાભ લઈ રહ્યાની રાવ ઉઠવા પામી હતી. જેમાં ખાસ કરીને મોબાઈલ ફોન સેરવી લેવાતા હોવાની ઘટનાઓ વધુ બનતી હોવાનું જાણવા મળ્યું હતું. ભુજના વાણીયાવાડ ખાતે વહેલી સવારે શાકભાજી ખરીદવા ગયેલા આધેડના ખિસ્સામાંથી કોઈ ગઠિયો સેમસંગ કંપનીનો રૂ. ૩૨ હજારની કિંમતનો સ્માર્ટ ફોન ઉઠાવી ગયો હતો. જેને પગલે આધેડે બનાવની સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની સાથે અનેક મોબાઈલ ચોરીની ઘટના બનતી હોવાનું અને તે મોટી રકમના ના હોવાથી પોલીસ ફરિયાદ કરવાનું લોકો ટાળી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *