Gujarat

રાણપુરની મુખ્યકુમાર શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્યકુમાર શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ રાણપુર દ્રારા.રાણપુરમાં મુખ્યકુમાર શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોને વન્ય પ્રાણીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને ટી.વી ના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા એ વન્ય પ્રાણીઓ ના સંરક્ષણ બાબતે લોકોને જાગૃત કર્યા હતા અને બાયસેગ ના માધ્યમ થી વિવિધ વન્ય પ્રાણીઓ વિશે ની સ્લાઈડ અને ફોટોગ્રાફ બતાવી માહિતગાર કર્યા હતા.તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાણપુર દ્રારા મુખ્યકુમાર શાળા ને આચાર્ય હસમુખભાઈ પટેલ ને જવેલ્સ ઓફ ગીર નામના પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ નું સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન રેન્જ ફોરેસ્ટ ઓફિસર RFO અનોપસિંહ ડોડીયા દ્રારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં રાણપુર ફોરેસ્ટ સ્ટાફ ના ફોટેસ્ટર કે.એસ.જોશી,વનરક્ષક એમ.જે.પરમાર તેમજ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ સુરેશભાઈ પરમાર, ઇમરાનભાઈ , શેલાભાઈ, દિનેશભાઇ એ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *