બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં ભારે વરસાદ ના કારણે ખેતરો માં ખેડુતના ઉભા પાક ને મોટા પાયે નુકશાન થતા ખેડુતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ખેડુતો એ રાત-દિવસ મહેનત કરી કપાસ,તલ,જુવાર,મકાઈ,મગફળી,સોયાબીન જેવા પાકો વાવીને ભારે જહેમત બાદ તૈયાર થયેલા પાક ઉપર ભારે વરસાદ થતા પાણી ફરી ગયુ છે.સતત વરસાદ થવાને કારણે ખેડુતો ને આશરે એક વિઘે 20,000 નું નુકશાન થયુ છે.જેને લઈને રાણપુર તાલુકાની 21 ખેડુત સેવા સહકારી મંડળી એ બોટાદ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા ને આવેદનપત્ર આપ્યુ છે.અને વહેલીતકે નુકશાનની સર્વેની કામગીરી કરી મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત સર્વે કરી સહાય ચુકવવા માંગ કરી હતી.આ સમયે રાણપુર તાલુકાની 21 ખેડુત સેવા સહકારી મંડળીના ચેરમેન,સભ્યો સહીત મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા…


