વડોદરા
વડોદરાના વાઘોડિયા તાલુકા પંચાયતના જરોદ ગ્રામ પંચાયત દ્વારા હાઇવે ઉપર આવેલી દલિત સમાજની જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને આ શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલી ૨૫ દુકાનો ૬થી ૮ લાખ રૂપિયામાં વેચી મારવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. દરમિયાન સ્મશાનની જમીન ખાલી કરાવવા માટે ગામના દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. દલિત સમાજ દ્વારા ઝ્રસ્ ઓનલાઇન અને ઁસ્ ઓનલાઇન સુધી ફરિયાદો કરવામાં આવી હતી. જે ફરિયાદો બાદ તાલુકા વિકાસ અધિકારી કાજલબહેન આંબલીયા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે દલિત સમાજની સ્મશાનની જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવી દીધું હોવાની હકીકત બહાર આવી હતી. તે બાદ તેઓએ તા.૧૦ ડિસેમ્બરના રોજ શોપિંગ સેન્ટરની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ જરોદ ગ્રામ પંચાયતને શોપિંગ સેન્ટર દૂર કરવા માટે નોટીસ આપી હતી. નોટીસ બાદ પણ પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર દૂર કરવામાં ન આવતા આજે તાલુકા પંચાયત દ્વારા શોપિંગ સેન્ટર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ગ્રામ પંચાયત દ્વારા હાઇવે ઉપર આવેલી દલિત સમાજની સ્મશાનની જમીન ઉપર ગેરકાયેદસર બનાવવામાં આવેલી ૨૫ દુકાનો વાળું વિવાદીત શોપિંગ સેન્ટર તાલુકા પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. દલિત સમાજના ઉગ્ર આંદોલન બાદ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ શોપિંગ સેન્ટર ઉપર બુલડોઝર ફેરવી સ્મશાનની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સ્મશાનની જમીન ઉપર ગેરકાયદે શોપિંગ સેન્ટર બનાવવામાં સંડોવાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


