Gujarat

શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “તિથી ભોજન” અપાયું.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં સ્વર્ગીય લક્ષ્મીબેન દુદાભાઇ પરમારની પુણ્ય તિથી નિમિત્તે સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને પરમાર પરિવારના મનસુખભાઇ તથા વશરામભાઇ તરફથી આજરોજ તિથી ભોજન આપવામાં આવ્યું.શાળા બાળકોએ રામધૂન આલાપી પ્રસાદી ગ્રહણ કરી. શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે જણાવ્યુ કે સમાજમાંથી આવા ઉમદા પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને સહભાગી બનાવવાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ,સમૂહભાવના અને એક્તા જેવા નૈતિક મૂલ્યો વિકસે છે. શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે સમસ્ત પરમાર પરિવારનો તથા વશરામભાઇનો આ પ્રસંગે આભાર માન્યો.
Attachments area

IMG-20211229-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *