Gujarat

શૈક્ષણીક કાર્યને અર્ધુ વર્ષ વીતી ગયુ અને પુસ્તકો આવ્યા છેક હમણા અને એ પણ અપુરતા… શાળામાં બાળકોને અભ્યાસ કેમ કરાવવો, આમાં કેમ ભણશે ગુજરાત વાલીઓ માંથી ઉઠતો પ્રશ્ન…

ઊના – કોરોના કાળ બાદ ઓફલાઇન શૈક્ણીક કાર્ય શરૂ થતા છાત્રો વાલીઓ તેમજ શિક્ષકોએ હાશકારો અનુભવ્યો અને શૈક્ષણીકક કાર્ય શરૂ થતાં શિક્ષણ વિભાગ દ્વારા  શિક્ષણને લગતા પરીપત્રો બહાર પાડવા માંડ્યા અને મસમોટી વાતો થવા લાગી પણ વાસ્તવિક્તા કાંઇક અલગજ હોય તેમ સરકારે ઓફલાઇન શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાવી દીધો પરંતુ છાત્રો માટેના પાઠ્ય પુસ્તકો પરતા પ્રમાણમાં ન આવતા શિક્ષકોમાં કચવાટ તેમજ વાલીઓમાં રોષની લાગણી મળી રહી છે..

જાણવા મળતી વિગત મુજબ કોરોના બાદ ઓફલાઇન શૈક્ષણીક કાર્યનો પ્રારંભ થયો. અને લાંબા સમય બાદ છાત્રો શાળાએ ઉત્સાહભેર અભ્યાસ કરવા પહોચ્યા પરંતુ શિક્ષણ પાઠ્ય પુસ્તકો વગર અપુરતુ હોય તેમ શૈક્ષકો અને છાત્રો પાઠ્ય પુસ્તકોની વાટે હતા. અને કચેરીઓ માંથી એવો જવાલ પણ સાંભળવા મળતો કે બસ પુસ્તકો ટુંક સમયમાં આવી જશે. પણ પાઠ્ય પુસ્તકો શૈક્ષણીક કાર્યને અર્ધા વર્ષથી વધુનો સમય વીતી ગયા બાદ છેક હમણા આવ્યા અને આ પાઠ્ય પુસ્તકો તાલુકા મથકોની શાળાએ પોહચ્યા તો ખરા પણ વિદ્યાર્થીઓની સંખ્યા કરતા પાઠ્ય પુસ્તરોની સંખ્યા અપુરતી આવતા શિક્ષકોમાં કચવાટની લાગણી જોવા મળતી હતી. એક તરફ શૈક્ષણીક કાર્યને અર્ધુ વર્ષ વિતી ગયુ હોય અને લાંબા સમય બાદ પાઠ્ય પુસ્તકોનો જથ્થો પુરતો ન આવતા વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મૂકાયા તો વાલીઓમાં પણ ગણગણાટ શરૂ થવા લાગ્યો. જ્યારે આ બાબતે તાલુકા બી આર સી નો સંપર્ક કરતા તેમણે પણ પાઠ્ય પુસ્તકો અપુરતા આવેલ હોવાથી વર્ગ દિઠ ઓછા મોકલાવેલ છે. તો શાળામાં શૈક્ષણીક કાર્ય કરાવતા શિક્ષકો પણ મુઝવણમાં મુકાય કે છાત્રોની સંખ્યા જેટલા પુસ્તકો ન આવ્યા હોવાથી છાત્રોને પણ પુસ્તકો કેમ આપવા તે મસમોટો સવાલ પણ ઉભો થવા પામેલ છે..

ઊના તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્તમાન સ્થિતી જોતા બાળકોની સંખ્યા અભ્યાસ માટે વધી છે. અને તે મુજબ સંખ્યા લીસ્ટ અગાઉથી નક્કી થતી હોય છે. અને તે મુજબ દરેક શાળામાં સંખ્યા આધારીત પુસ્તકોનું વિતરણ કરવાનું થતું હોય છે. પરંતુ જીલ્લા કક્ષા એથી પુરતા પુસ્તકો આવતા નહીં હોવાથી શાળાના વિદ્યાર્થીની સંખ્યામાં વધઘટ કરી પુસ્તકો વિતરણની કાર્યવાહી પૂર્ણ કરી દેવાતી હોય છે. વાસ્તવિક ઘણા છાત્રો પુસ્તકથી વંચિત રહેતા તેનું શિક્ષણ પુસ્તક અભાવે બગડી રહ્યુ છે. આમાં  કેમ ભણશે ગુજરાત તેવો પ્રશ્નો પણ શિક્ષણ જગતમાં ઉઠી રહ્યો છે. છેલ્લા બે વર્ષ જેવા લાંબા સમયથી કોરોના કારણે શૈક્ષણીક કાર્ય બંધ રહેતા મોટા ભાગના શહેરી અને ગ્રામિણક્ષેત્રના વિદ્યાર્થીઓ અભ્યાસ ભૂલી ગયા છે. ઓનલાઇન અભ્યાસ  લઇ શક્તા નથી. અને હવે શિક્ષણ કાર્ય ધમધમતા બાળકોની યાદ શક્તિને તેજ બનાવવા પુસ્તકો મહત્વનું અંગ સમાન બની ગયુ છે. પણ  સરકારી પાઠ્ય પુસ્તક અપૂરતા આવતા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શક્તા નથી. અને પુસ્તકો અભાવે વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે..

બોક્ષ્ – સરકાર સમદાનના પરિપત્ર કાઢે છે. ?

ઊના તાલુકાની શાળાઓમાં પુસ્તકોની ઘટ વચ્ચે શિક્ષકો છાત્રો પરેશાન છે. ત્યારે સરકાર પ્રા.શાળાઓમાં લર્નિંગ લોસ ઘટાડવા માટે સમદાન આપવા પરીપત્ર કાઢે છે. શિક્ષણ કાર્ય લાંબા સમયથી બંધ રહેવાના કારણે બાળકોના શૈક્ષણીક સિધ્ધી સ્તર ઘટાડો થયો હોવાથી ક્ષતિપૂતી માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂરીયાત પ્રસ્થાપિત થાય છે. અને સક્રિય  વિચારણા બાદ લર્નિંગલોસ ઘટાડવા માટે સ્વેચ્છીક સમયદાન આપવા અપીલ કરતો પરિપત્ર બહાર પાડેલ છે. પરંતુ શાળામાં પુસ્તકો ન હોય તો વિદ્યાર્થી કંઇ રીતે આવી શકે અને શિક્ષકો સમયદાન આપીને પણ શું કરશે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *