Gujarat

સાવરકુંડલા બ્લોક હેલ્થ કચેરી ખાતે મહિલા સામખ્ય દ્વારા વેલ વિશર ગ્રુપ ના કાર્યક્રમ યોજાયો. સમગ્ર તાલુકા માંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી. શિક્ષણ, કાયદાકીય, આરોગ્ય અને કુટુંબ સલાહની માહિતી આપવામાં આવી.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બ્લોક હેલ્થ ઓફિસ ખાતે વેલ વિશર ગ્રુપના કાર્યક્રમનું આયોજન મહિલા સામખ્ય અમરેલી દ્વારા કરવામાં આવ્યું જેમાં ૨૦ ભાઈઓ અને ૪૦ બહેનો સહભાગી થયા અને માર્ગદર્શન મેળવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા સંકલન અધિકારી દ્વારા મહિલા સામખ્યનો પરિચય તથા હેતુ સમજાવવામાં આવ્યો હતો પરિવાર સાથે સારા જીવન જીવવા અંગે ચર્ચા કરી સલાહ આપવામાં આવી ભાઈઓ એને બહેનો સાથે મળીને તેમના કુટુંબ અને પરિવાર સાથે મળીને કામ કરશે રહેણી કેણી આરોગ્ય પર બાળકોના ઉછેર સમાન રીતે કામ કરે અને એક બીજાને સમજી શકે સમાજના લોકો મદદરૂપ થાય તો એક સારી વિચાર શ્રેણી બને અને અત્યારના કોવીડ મહામારીના વાતાવરણમાં સુજ થી બધા લોકો સલામત અને સ્વસ્થ રહી શકે તેમ મહિલા સામખ્યના માળખાઓમાં સહકાર આપશે. ગ્રામ્યસ્તરના કુટુંબોને આરોગ્ય કાર્ડ મળી રહે અન્ય કોઈપણ પર્શ્ન હોઈ તો મહિલા સામખ્ય સાથે બેસીને ચર્ચા કરશે મહિલા સામખ્યની કામગીરી ઉમદા કામગીરી છે આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકાર શ્રી દ્વારા મળતા લાભો અંગે ચર્ચા કરવામાં આવી સ્ત્રી-પુરુષના સમાન અધિકારો વિશે વાત કરવામાં આવી આ ઉપરાંત જિલ્લા સંકલન અધિકારી ઈલાબેન દ્વારા ભાઈઓ તથા બહેનોને ગ્રામ્યસ્તરે શુભેચ્છક જૂથની કામગીરી અને મહત્વ વિશે જાણકારી આપવામાં આવી બ્લોક હેલ્થ ઓફીસ ખાતે ઉપસ્થિત ભાઈઓ અને બહેનોના હેલ્થ કાર્ડ કઢાવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા તાલુકાના સી.આર.પી મકવાણા કિરણબેન તથા જે.આર.પી હેતલબેન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી.

IMG-20211231-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *