સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી પાણીનું વિતરણ એકાંતરા કરી નાખવામાં આવેલ છે. નાગરિકો પાસેથી પૂરું બિલ વસૂલી અરધોઅરધ પાણીકાપ મૂકતી નગરપાલિકા પાસે દિપેશ સી.જોષી (આર.ટી. આઈ. કાર્યકર)એ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે એકાંતરા પાણી વિતરણ કરવા સંબંધિત કોઈ ઠરાવ કે બીજા કોઈ માધ્યમથી નિર્ણય નગરપાલિકાએ કરેલ હોય તે સંબંધિત દસ્તાવેજની નકલ માગતા, ચીફ ઓફિસરએ પાણી વિતરણ એકાંતરા કરવા માટે અત્રેથી કોઈ ઠરાવ કે બીજા કોઈ માધ્યમથી નિર્ણય થયેલનું અત્રેના રેકર્ડમાં ન હોય માહિતી નિલ હોવાનું તથા નગરપાલિકાના પાણીના બોરમાં પાણીનું પ્રમાણ કેટલું છે જેની વિગત પણ અત્રેના રેકર્ડમાં ન હોય માહિતી નિલ હોવાનું જણાવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ ઠરાવ કે આધાર વગર નાગરિકોની પાણી જેવી રોજિંદી જરૂરિયાત પર મનસ્વી રીતે કાપ મુકાયેલ હોવાનું પ્રતિત થતા, નગરપાલિકામાં ચાલતી લાલીયાવાડી સામે
દીપેશ.સી.જોષી ,અમીરૂદીન કપાસી તથા રવીન્દ્રભાઈ યાદવ – ઉકેલ કાર્યાલય દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી, કલેકટરશ્રી, પ્રાદેશિક કમિશ્નરશ્રી સમક્ષ આ ગેરકાયદેસર લદાયેલ પાણીકાપ તાત્કાલિક અસરથી ઉઠાવી લઈને સાવરકુંડલામાં પૂર્વવત દૈનિક પાણી વિતરણ બહાલ કરવા માટે નગરપાલિકાને આદેશ આપવા વિષયે રજૂઆત કરવામાં આવેલ છે.
