સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજે બેંકીંગનું રીપોર્ટીંગ કરવા અચાનક સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલા દરબારગઢમાં જવાનું થયું.. એક તો આજે બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હોવાથી બેંક પણ બંધ હતી. કોઈ એકલ દોકલ ભૂલો ભટક્યાં બેંકના કામે આવેલ ખાતેદારો નિરાશ થઈને પાછા ફરતાં જોવા મળેલ.. પરંતુ એક સવાલ મનને સતત કોરી ખાતો હતો કે એક સમયનું રાજરજવાડાંનાં ઠાઠ સમો આ દરબારગઢ આજે બિલકુલ ભેંકાર ભાસતો હતો..!! નજર સમક્ષ તેનો ભવ્ય ભાતીગળ ઈતિહાસ નજરે તરવરતો આજે સંપૂર્ણ જર્જરિત હાલતમાં જોતાં ખરેખર કાળજું કપાતું હતું.. આમ તો આપણું તંત્ર પુરાતત્વ ક્ષેત્રે ઘણું કાર્ય કરે છે તો પછી આ રજવાડાની રિયાસત સમી વિરાસતની જાળવણી કેમ નહીં કરતું હોય? એ પ્રશ્ર્ન સતત મનમાં ઘુમરાયાં કરતો હતો. એ ભૂતકાળના ભવ્ય ઇતિહાસ સમી ઈમારત સંપૂર્ણ ધ્વસ્ત થઈ જાય એ પહેલાં એની જાળવણી અને માવજત માટે તંત્ર સતર્ક બને તો આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની યાદો સ્વપ્નવત ન બને.. હા, આ ઐતિહાસિક વિરાસતનું જતન કરીશું તો જ આપણાં પ્રાચીન વારસાનું આપણે ગૌરવ લઈ શકીશું.. તંત્ર દ્વારા આ દરબારગઢનાં વૈવિધ્યસભર વારસાનું જતન અને સંવર્ધન થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે..

