સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો કાંચીડાંની માફક વારંવાર બદલતાં મોસમના મિજાજ વચ્ચે પણ હવે જીવન વ્યતીત કરવાની સૌને આદત પડી ગઈ છે. સવારે ઝાકળિયું વાતાવરણ. દિવસભર સુસવાટા મારતાં એ ઠંઠા પવનોની લહેરો અને જ્યાં સાંજ ઢળવા આવે એટલે સૂર્યની એ અસ્ત થતી અસ્ખલિત લાલીમા જોવાનો લ્હાવો પણ કોઈ સનસેટ પોંઈટથી જરાપણ કમ નથી.. સાવરકુંડલા શહેરનાં વોર્ડ નંબર પાંચનાં હાથસણી રોડ ખાતે આવેલ આંખની હોસ્પિટલને આળેગાળે કેમેરાની અંદર કેદ થયેલી એ નયનરમ્ય સૂર્યાસ્તની પળો પણ ઘણું કહી જતી હોય તેવું જણાય છે. આમ તો મહાનગરોના કોંક્રીટ જંગલોની વચ્ચે આવાં લાલીત્યસભર દ્રશ્યનાં દર્શન દુર્લભ જણાય. પરંતુ હજુ પણ નાનાં શહેરો અને ગામડાઓમાં આવાં દ્રશ્યોથી મન પુલકિત થાય છે..પેલાં હિન્દી ફિલ્મનાં ગીતની જેમ *કહીં દૂર જબ દિન ઢલ જાયે શામ સી દુલ્હન નજર ચુરાયે ચૂપકે સે આયે, મેરે ખ્યાલોં કે આંગનમેં કોઈ સદીયોં સે દીપ જલાયેં, નજર ન આયેં..!!*

