*તંત્ર દ્વારા અંબાજી-કુંભારીયા-કોટેશ્વર તથા સમગ્ર ગામમાં સર્વે કરવામાં આવે તો ઘણા બધા ભુ માફિયાઓ જમીન પચાવી બેઠા છે*
જગવિખ્યાત અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે જગવિખ્યાત છે .અંબાજી ધામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. જેમાં દાંતા તાલુકામાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં રહે છે. દાંતા તાલુકામાં માથાભારે તત્વો દ્વારા સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલમાં આવતા માથાભારે તત્વો માં ફફડાટ ફેલાયો છે. દાંતા તાલુકામાં અંબાજી વિસ્તારમાં માંગલ્ય વન પાસે આવેલી સરકારી જમીનમાં માથાભારે તત્વો દ્વારા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું જે બાબતનની ગંભીરતા લઈને દાંતા મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી દ્વારા અંબાજી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અંબાજી મંદિર માં આવેલા અંબીકેશ્વર મહાદેવ ના પૂજારી રમેશભાઈ અંબાલાલ જોષી અને તેના મોટાભાઈ અરવિંદભાઈ અંબાલાલ જોષી ના વારસો સામે લેન્ડ ગ્રેબિંગ ની ફરીયાદ દાખલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
@@ *રમેશભાઈ અંબાલાલ જોષી અને તેના મોટાભાઈ અરવિંદભાઈ અંબાલાલ જોષી ના વારસો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ* @@
દાંતા મામલતદાર કચેરી ખાતે મહેસુલ તલાટી તરીકે ફરજ બજાવતા જીગ્નેશ કુમાર ગૌતમભાઈ પંડયા દ્વારા અંબાજી પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. નવાઈની વાત એ હતી કે જે આરોપીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પૈકી રમેશકુમાર જોષી અંબાજી મંદિર ખાતે અંબિકેશ્વર મહાદેવમા પૂજારી છે જ્યારે તેના મોટાભાઈ ના વારસો સામે પોલીસ ફરિયાદ મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
@@ *અંબાજી ભુ માફિયામાં ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 કાયદો અમલમાં આવતા માથાભારે તત્વો માં ફફડાટ ફેલાયો છે.* @@
દાંતા મામલતદાર કચેરી દ્વારા અંબાજી વિસ્તારમાં સરકારી જમીન ઉપર માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ ન થાય તે માટે મહેસૂલ તલાટીની નિમણૂક કરવામાં આવેલી છે. મહેસૂલ તલાટી જીગ્નેશ ભાઈ પંડ્યા એ અંબાજી કુંભારીયા વિસ્તારમાં માંગલ્ય વન પાસે સર્વે નંબર 129 મા સ્થળ તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીઓ 4 ગુઠા જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થળ તપાસ કરી પોલીસ ફરીયાદ નોધવામાં આવી હતી. અંબાજી, કુંભારિયા વિસ્તારોમાં બીજા અનેક માથાભારે તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું છે તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
@@ *અંબાજી તલાટી ઓફિસ સામે પણ સરકાર તપાસ કરી આવા તત્વો સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોધે* @@
અંબાજી તલાટી ઓફિસ ની સામે ની જગ્યા પર હાલમાં માથાભારે તત્વો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવેલ છે . દાંતા મામલતદાર અને રેવન્યુ તલાટી સ્થળ તપાસ કરી આવા તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવે તેવી માંગ ઉઠી છે. અંબાજીમાં પણ માથાભારે તત્વો દ્વારા સરકારી જમીનો ઉપર ખૂબ મોટા પાયે દબાણ કરવામાં આવ્યું છે જેની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણી બધી લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરીયાદ દાખલ થાય.
@@ *અંબાજી પીઆઈ જેબી આચાર્યની ઉત્તમ કામગીરી* @@
અંબાજી પોલીસ મથક લેન્ડ ગ્રેબીંગ ની પોલીસ ફરિયાદ કરવા પહોંચેલા રેવન્યુ તલાટીની ઘટનાની ગંભીરતા સમજીને અંબાજી પીઆઈ જે બી આચાર્યએ તાત્કાલીક પોલિસ ફરિયાદ નોંધી હતી અને આ સિવાય અન્ય કોઇ તત્ત્વોએ દબાણ કર્યું હોય તો પણ રેવન્યુ તલાટીને આવી ફરિયાદ નોધવાનું વચન આપ્યું છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


