Gujarat

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં ઘટાડો

કોટન, રબર, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 47 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 110 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 92 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,37,349 સોદાઓમાં કુલ રૂ.11,128.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ડિસેમ્બર વાયદામાં 47 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ડિસેમ્બર વાયદામાં 110 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના ડિસેમ્બર વાયદામાં 92 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 38,240 સોદાઓમાં કુલ રૂ.2,528.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,300 અને નીચામાં રૂ.48,105 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.164 વધી રૂ.48,224ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.110 વધી રૂ.38,581 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.12 વધી રૂ.4,805ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,754 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,965 અને નીચામાં રૂ.61,615 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.144 ઘટી રૂ.61,684 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.128 ઘટી રૂ.61,983 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.127 ઘટી રૂ.61,972 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 9,343 સોદાઓમાં રૂ.1,788.12 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.45 ઘટી રૂ.211.95 અને જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.273ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.733.05 અને નિકલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.8 વધી રૂ.1,576.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.185ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 38,073 સોદાઓમાં કુલ રૂ.2,638.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,432ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,479 અને નીચામાં રૂ.5,359 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.96 ઘટી રૂ.5,374 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.30 વધી રૂ.293.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 2,279 સોદાઓમાં રૂ.269.57 કરોડનાં કામકાજ થયા હતા. રબર ડિસેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,425ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,430 અને નીચામાં રૂ.18,262 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.30 ઘટી રૂ.18,353ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,119ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1123 અને નીચામાં રૂ.1101 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.10.70 ઘટી રૂ.1115.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.30 વધી રૂ.971 અને કોટન ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.280 ઘટી રૂ.31,230 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,045 સોદાઓમાં રૂ.1,394.86 કરોડનાં 2,894.540 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,195 સોદાઓમાં કુલ રૂ.1,134.10 કરોડનાં 183.217 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.169.28 કરોડનાં 7,950 ટન, જસતના વાયદાઓમાં રૂ.166.65 કરોડનાં 6,105 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.740.95 કરોડનાં 10,075 ટન, નિકલના વાયદાઓમાં રૂ.656.47 કરોડનાં 4,170 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54.77 કરોડનાં 2,965 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,421 સોદાઓમાં રૂ.1,622.85 કરોડનાં 29,95,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,652 સોદાઓમાં રૂ.1,015.45 કરોડનાં 3,49,78,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 896 સોદાઓમાં રૂ.89.37 કરોડનાં 28525 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 207 સોદાઓમાં રૂ.7.82 કરોડનાં 80.64 ટન, રબરના વાયદાઓમાં 21 સોદાઓમાં રૂ.0.61 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,155 સોદાઓમાં રૂ.171.77 કરોડનાં 15,480 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 12,995.093 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 662.481 ટન, એલ્યુમિનિયમમાં 11,910 ટન, જસત વાયદામાં 8,475 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,330 ટન, નિકલ વાયદામાં 3,325.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,335 ટન, ક્રૂડ તેલમાં 6,22,700 બેરલ અને નેચરલ ગેસમાં 1,33,95,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 144000 ગાંસડી, મેન્થા તેલમાં 338.76 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 85,460 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,399 સોદાઓમાં રૂ.115.41 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 510 સોદાઓમાં રૂ.40.03 કરોડનાં 566 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 537 સોદાઓમાં રૂ.49.76 કરોડનાં 590 લોટ્સના વેપાર થયા હતા. આ સામે એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 352 સોદામાં રૂ.25.62 કરોડનાં 374 લોટ્સનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,930 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 811 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 205 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,137ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,166 અને નીચામાં 14,119ના સ્તરને સ્પર્શી, 47 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 25 પોઈન્ટ વધી 14,146ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ડિસેમ્બર વાયદો 16,810ના સ્તરે ખૂલી, 110 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 15 પોઈન્ટ વધી 16,836ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો 5,456ના સ્તરે ખૂલી, ઊપરમાં 5,529 અને નીચામાં 5,437ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ ઘટી 5,470ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 48,015 સોદાઓમાં રૂ.3,788.46 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.130.91 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,641.58 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *