Gujarat

અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર પહોંચ્યા પ્રતિક ગાંધી અને પંકજ ત્રિપાઠી

મુંબઈ , તા.૨૯
ગયા અઠવાડિયે, કેબીસી ૧૩માં સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફનું આવ્યા હતા અને આઅ બંને અભિનેતાએ તેમના બાળપણ, મિત્રતા અને તેમની ફિલ્મી કારકિર્દી વિશે દ્યણા અંગત કિસ્સા શેર કર્યા હતા. જેકીએ શેર કર્યું કે જયારે તે હજુ પણ નવોદિત હતો, તે એક વખત અમિતાભ બચ્ચનનો ઓટોગ્રાફ મેળવવા માંગતો હતો અને જયારે તે બિગ બી તરફ ચાલતો હતો, ત્યારે અભિષેક અને શ્વેતા બચ્ચન તેનો ઓટોગ્રાફ મેળવવા તેની પાસે દોડી ગયા હતા.કૌન બનેગા કરોડપતિ ૧૩ તેની સાપ્તાહિક શાનદાર શુક્રવાર શ્રેણીના ભાગરૂપે કેટલીક પ્રખ્યાત હસ્તીઓને હોટ સીટ પર લાવી રહી છે, જયાં સેલિબ્રિટીઝ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરતાં ગેમ શો રમે છે. આ અઠવાડિયે, સોની ટીવી શોમાં અભિનેતા પંકજ ત્રિપાઠી અને પ્રતિક ગાંધીનું સ્વાગત કરશે. એપિસોડના પ્રોમોથી જણાય છે કે હોસ્ટ અને સ્પર્ધકો માટે આ એક મનોરંજક એપિસોડ રહેશે. પ્રતીક, જે સોની ન્ૈંફ ની વેબ સિરીઝ સ્કેમ ૧૯૯૨માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને લોકપ્રિય બન્યો હતો. તેણે શોમાં પ્રખ્યાત ડાયલોગ ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ પણ સંભળાવ્યો હતો અને અમિતાભ પણ આ દરમિયાન ઉત્સાહમાં દેખાય હતા. પ્રતીકે વાતચીત દરમિયાન તેની સિરીઝનો ડાયલોગ બોલતા કહ્યું હતું કે ‘લોચા-લફડા ઔર જલેબી ફાફડા કો ગુજરાતી કઈ લાઈફ સે કોઈ નહીં નિકાલ સકતા’ ત્યારે બચ્ચને જવાબમાં તેમને કહ્યું કે આ બધી ડાયલોગબાજી છે. આ સમયે, અભિનેતાએ સ્કેમ ૧૯૯૨નો તેનો પ્રખ્યાત સંવાદ સંભળાવ્યો હતો. પ્રતિક અને પંકજની જીતની રકમ પંડિત બનારસ તિવારી હેમનવંતી દેવી ફાઉન્ડેશન અને મુકુલ ટ્રસ્ટને જશે. કૌન બનેગા કરોડપતિનો આ ખાસ એપિસોડ ૧ ઓકટોબરે રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *