ઊના – કેન્દ્ર શાસીત દિવમામંથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દિવ તરફથી આવતી કારને નવાબંદર મરીન પોલીસે ઊનાના તડ ગામ પાસે રોકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલો બીયરના ટીન મળી આવતા ૨ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપત વિગત મુજબ વિક્રમ નથુ સોંદરવા રહે.કેશોદ, ફાલ્ગુન મનસુખ સોંદરવા રહે.જુથડ તા.માળીયા હાટીના જી.જુનાગઢ, વિવેક કટારીયા રહે. કેશોદ વાળા કાર નં.જીજે ૦૩ બીએ ૯૦૧૧ માં દિવથી દારૂ લઇ આવતા હોવાની બાતમી આધારે નવાબંદર મરીન પોલીસે તડ ગામે ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી કારને રોકાવી તલાસી લેતા કારની અંદર ચોરખાના માંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ ૭૧ તેમજ બીયરના ટીમ ૧૪ કિ.રૂ. ૨૭,૪૦૦ સહીત કુલ ૮૫, મોબાઇલ એક, કાર મળી કુલ કિ.રૂ. ૨.૩૨ લાખથી વધુનો મુદામાલ સાથે બે શખ્સોને પકડી પાડેલ હતા. આ અંગે પોલીસે પુછપરછ કરતા દારૂનો જથ્થો દિવ માં વાઇન સોપનો અજાણ્યા શખ્સ પાસેથી વિવેક કટારીયાએ ખરીદ કરી ભરી આપેલ હોવાનું ખુલવા પામેલ હોય આ બે શખ્સો હાજર મળી આવેલ ન હોય આ અંગે નવાબંદર મરીન પોલીસે ચાર શખ્સો વિરૂધ ફરીયાદ નોધી વધુ બે શખ્સોને ઝડપી પાડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
