ઊના શહેરમાં દર વર્ષની જેમ જરૂરિયાત મંદ લોકો માટે દિવાળી ઉજવી શકે તેવા હેતુથી આ વર્ષે પણ એક સેવાભાવી ગ્રૃપ દ્વારા પહેલ કરી છે. ત્યારે જે કોઇ પાસે વધારે જરૂરીયાત ન હોય તેવા કપડા, ચાદર, શાલ, ગરમ કપડા, ડ્રેસ, સાડી આપી જવા અને તમને જરૂર હોયએ લઈ જાઓને સફળ બનાવવા સહકારની અપેક્ષા સાથે જરૂરિયાત મંદ લોકોને કપડા વિતરણનું આયોજન તા 23, 24 ઓકટો.ને શનિવાર અને રવિવારે આમ બે દિવસનું આયોજન રાખવામાં આવેલ છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષ જૂની એચ ડી એફ સી બેંક, એવન પાન કોર્નર સામે ગીરગઢડા રોડ પર રાખવામાં આવેલ હોય જે કોઇ લોકો પાસે કપડા, ચાદર, શાલ, ગરમ કપડા, ડ્રેસ, સાડી સહીત જેવી કોઇ જરૂરીયાત ન હોય અને એજ વસ્તુ કોઈને કામ આવી શકે તેવા હેતુથી જે કોઇ પાસે હોય તે વ્યક્તિ આપવા ઇચ્છા હોય તેવો આ સ્થળ પર આપી જવા તેમજ સંપર્ક કરવાનો રહેશે. ગત વર્ષની જેમ આ વખતે કપડાંની સાથો સાથ ચકલી બચાવો અભિયાનની કીટ નો નફા કે નુકશાન ના ધોરણે વિતરણ કરવામાં આવશે…
