અમદાવાદ
આપના નેતા યુવરાજસિંહે ગઈ કાલે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં અમારા વડિયો લડી રહ્યાં હતાં. પરંતુ હવે અમે લડીશું. અમે મહેશ ભાઈ અને ગુલાબભાઈને વિનંતી કરી છે કે અત્યારે તેઓ પોતાનું અનશન તોડી દે. તેઓ આવતીકાલે સવારે અમારી વેદનાને વાચા આપી પોતાનું અનશન તોડી રહ્યા છે. તેઓ નરોત્તમ સ્વામીના આદેશથી આજે સવારે ૧૧ વાગે ઉપવાસ તોડશે. ગઈ કાલે નરોત્તમ સ્વામી સહિતના લોકોએ મહેશભાઈની મુલાકાત કરી હતી. જે મહેશ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું પ્રવાહી લેવા ખૂબ વિનંતી કરી છતાં સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના પોતાના ર્નિણય પર અડગ છે. બીજી તરફ પાટીદાર આંદોલન સમીતી ગુજરાત કન્વિનર અલ્પેશ કથીરીયા અને ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવીયાએ ગઈ કાલે તેમની હોસ્પિટલમાં જઈને મુલાકાત લીધી હતી.અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે મહેશ સવાણીનું રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. એ દરમિયાન શુગર લેવલ ઘટતું જણાતાં ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા આમ આદમી પાર્ટી (છછઁ) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા એક સપ્તાહથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. આ દરમિયાન મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયાં હતાં. ગઈકાલે પાટીદાર આંદોલન સમીતી ગુજરાત કન્વિનર અલ્પેશ કથીરીયા અને ખોડલધામ સમિતિ સુરત કન્વીનર ધાર્મિક માલવીયાએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. આજે જીઁય્ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમની મુલાકાત કરશે.


