Gujarat

કઠલાલના ચૌહાણપુરામાં પતિ દ્ધારા પત્નીની હત્યા

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરમાં ચૌહાણપુરા વિસ્તારમાં રહેતી એક પરણીતા યુવતિ નું તેના પતિ દ્વારા ચપ્પા ના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ ના ચૌહાણપુરા માં રહેતા ભૂરાભાઈ મોહન ભાઈ પરમાર ની પુત્રી સીતાબેન ના લગ્ન આજથી છ વર્ષ અગાઉ નડિયાદ તાલુકાના ફતેપુરા રહેતા સંજય કનુભાઈ પરમાર સાથે થયા હતા સંજય ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા તેઓને બે વર્ષ અગાઉ બાળક ને જન્મ આપ્યો હતો જેતે સમય બાળક નું મરણ થયેલ હતું ત્યારબાદ સીતાને સાસરીમાં સાસરિયોઓ સાથે ઘરકંકાસ અને કકળાટ થતો રહેતો હતો જેથી આ યુવતી બે માસ અગાઉ પોતાના પિતાને ત્યાં કઠલાલ ચૌહાણપુરા માં આવી ગઈ હતી ત્યારબાદ આજરોજ તેનો પતિ સંજય કઠલાલ ચૌહાણપુરા આવેલ અને સીતા સાથે બોલાચાલી થતા એકદમ આવેશ માં આવી ઘરની અંદર જ એકાએક પોતાની પાસે રહેલ ચપ્પા થી ઉપરાઉપરી દાઢીના ભાગે ,ગળાના ભાગે એને કોણી ઉપર ચપ્પા ના ઘા ઝીકયાં હતા સીતાબેન ની બૂમાબૂમ થી આસપાસના રહીશો દોડી આવેલ પરંતુ ચપ્પા ના ઘા વાગતા સીતાબેનનું મોત નીપજ્યું હતું.અને કઠલાલ પોલીસને સમગ્ર ઘટના ની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પોલીસે સદર ઈસમ ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા .જ્યારે આ અંગે કઠલાલ પો.સ.ઇ.વી.એ.ચારણ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આગળ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

IMG-20211229-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *