Gujarat

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા ધ્રોલ ખાતે સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમનુ આયોજન કરાયું

ભારતસરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયહેઠળના નેહરૂ યુવા કેન્દ્ર જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૩/૧૦/૨૦૨૧નારોજ સ્વચ્છતા અભિયાન-ક્લીન ઇન્ડિયા કાર્યક્રમનું આયોજનધ્રોલ ખાતે કરવામાં આવ્યુ હતું જેમાં ધ્રોલ નગરપાલિકાનાઅધિકારી તેમજ કામદારો જોડાયા હતા.પ્લાસ્ટિક મુક્ત ભારતના હેતુને સાર્થક કરવા કાર્યક્રમમાં પ્લાસ્ટિક વેસ્ટેજ એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું માર્ગદર્શન કરતા નહેરૂ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી રસ્તોગી દ્વારા સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવતને સાકાર કરી આપણે પણ ઘરમાં, ગામમાંતથા શેરીમાં સ્વચ્છતા રાખીએ, ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરીએ,સ્વચ્છતા રાખવી એ સેવા સમાન છે એ વાતને મનમાં ગુંથીએઅને સ્વચ્છતાના સંકલ્પને હમેશા મનમાં રાખવા જણાવ્યુ હતુ.આકાર્યક્રમનું આયોજન નેહરૂ યુવા કેન્દ્ર જામનગરના સ્વયંસેવક પાર્થ જોશી તેમજ સંગીતા મકવાણા દ્વારા કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *