Gujarat

ખેડા જિલ્લામાં માવઠાની અસર જાેવા મળી

નડિયાદ
કમોસમી વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ ભીના થયા હતા. નગરજનો ખાસ કરીને નોકરીએ જતા વર્ગને ન છુટકે વરસાદમાં ભીંજવી જવુ પડ્યું હતું. તો કેટલાક લોકોએ તો વળી રેઈનકોટ અને છત્રીનો પણ સહારો લીધો હતો. જાેકે, વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં પુનઃ ઠંડીનો અનુભવ થયો હતો. આવી સ્થિતિ સમગ્ર જિલ્લામાં જાેવા મળી હતી.ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેતી પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો સામાન્ય વધી ગયો હતો. જેના કારણે ઠંડીની નહિવત અસર જાેવા મળી હતી. વાતાવરણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણની મજા માણી હતી. તો બીજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. ખાસ કરીને જીલ્લામાં જે ખેડૂતો શિયાળુ પાકના વાવેતર કરી રહ્યા છે તેમને વારંવાર પલટાતા વાતાવરણને કારણે ચાલુ વર્ષે ભારે નુકસાન થઈ રહ્યું હોવાનુ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *