વડોદરા
મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા ૧૩૬, વિધાનસભા મત વિસ્તાર હેઠળની જિલ્લા પંચાયત સદસ્યો/તાલુકા પંચાયતના સદસ્યો તથા ગ્રામ પંચાયતના સરપંચો, સભ્યો કોઈ પણ પ્રકારના પગાર ભથ્થા / માનદવેતન સરકાર તરફથી આપવામાં આવતા નથી. જે અંગેની રજુઆત નવા નવ નિયુકત સરપંચો/સદસ્યોના વાધોડિયા ખાતે રાખવામાં આવેલા સન્માન સમારંભમાં રજુઆત કરવામાં આવી છે. તેમજ તેઓને ગ્રામ્ય પ્રજાજનો માટે સરકારની યોજનાઓ માટે જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ અવાર નવાર સરકારી કચેરીઓમાં કામગીરી અર્થે આવવુ પડે છે. આદિવાસી/દલીત સમાજના ઓ.બી.સી. વર્ગના જિલ્લા પંચાયતના સદસ્યો/તાલુકા પંચાયતના સદસ્યો/સરપંચો અતિ ગરીબ કક્ષાના હોય છે. તેઓની આર્થિક પરસ્થિતિ ખુબ જ નબળી હોય છે. જેના કારણે તાલુકા જિલ્લા કક્ષાએ સરકારી કચેરીઓમાં સમયસર જઈ શકતા નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને અભણ પ્રજા હોવાથી તેઓને સરકારી કચેરીઓમાં સરકારની વિવિધ યોજના ઓથી વાકેફ હોતા નથી. જેના કારણે છેવાડા ગામડા સુધી સરકારની યોજનાઓના લાભ મળતો નથી તેમજ સરપંચો કોઈ પણ પ્રકારનું માનદ વેતન ભથ્થું/પગાર પેટે કોઈ મહેનતાણ થતુ ન હોવાથી ગ્રામ પંચાયતોમાં થતાં ભષ્ટાચાર /નાણાકીય ગેરરીતિઓના અવારનવાર બનાવો થતાં અટકી શકે તેમ છે. તેમજ ગ્રામ પંચાયતોમાં થતાં ભષ્ટાચાર થતા અટકી શકે તેમ છે. જેથી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત /ગ્રામ પંચાયતોના સદસ્યઓને ઉચ્ચક પગાર પેટે માનદવેતન માસિક અદા કરવા મારી આપને વિચારણા હેઠળ લેવા ભલામણ છે. તેમજ આ અંગેની ચર્ચા આગામી વિધાનસભામાં થવા વિનંતી છે. જે પ્રજાના હિતમાં ર્નિણય રહેશે.વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રાજ્ય હસ્તક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોને માસિક માનદ વેતન આપવા માંગ કરી છે. પત્રમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, લોકોના કામો માટે કચેરીએ આવતા સભ્યોની સ્થિતી આર્થિક રીતે નબળી હોય છે. માનદ વેતન કે ભથ્થુ નહીં મળવાથી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતી થાય છે. તમામ તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતોના સદસ્યો અને સરપંચોને ઉચ્ચક પગાર મળે તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય. મુખ્યમંત્રીને વિચારણા હેઠળ લેવા મારી ભલામણ છે અને આ મુદ્દે વિધાનસભામાં ચર્ચા કરવા વિનંતી છે.


