Gujarat

ગાંધીનગર એસ.ટી. ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઈ વધુ ૬૦ બસ દોડાવશ

ગાંધીનગર
ગાંધીનગરમાં જુદા જુદા કામ માટે રોકાયેલા લોકો તેમજ અહીં કામ કરતા લોકો તેમના વતન દિવાળીની રજાઓમાં જતા હોય છે. ત્યારે તેમના હિતને ધ્યાનમાં રાખી બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ દાહોદ વિસ્તારમાં બસો દોડાવવામાં આવશે. પ્રવાસીઓની માગણી પ્રમાણે આ બસો દોડાવવામાં આવશે. દિવાળી માટે ૫૦થી ૬૦ બસોને દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ એટલી બસો મોકલાશે. બરોડા અને દાહોદમાં પેસેન્જર વધુ હોવાથી ત્યાં વધુ બસો દોડાવવામાં આવશે. દિવાળી કરવા માટે પ્રવાસીઓ ઘરે જતા હોવાથી આ બસની રૂટ ત્યાં મોકલવામાં આવશે. અત્યારે રેગ્યુલર રૂટ પ્રમાણે ૮૦ બસો ગાંધીનગરથી અલગ ડેપો માટે દોડાવવામાં આવતી હોય છે. પરંતુ દિવાળીમાં રૂટ અને બસો વધારવામાં આવશે. જેથી ટોટલ ૧૪૦ જેટલી બસો દિવાળીના તહેવારમાં દોડાવવામાં આવશે. પોઈન્ટ પ્રમાણે કંડકટરને ડ્રાઈવરને રૂટ પણ આપવામાં આવ્યા છે.દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને અગવડ પડે નહીં તે માટે ગાંધીનગર એસ ટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરીને ૬૦ જેટલી વધારાની ટ્રીપો દોડતી કરવા માટે રૂટ નક્કી કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર એસ.ટી ડેપો મારફતે અલગ અલગ રૂટ પર રેગ્યુલર ૮૦ ટ્રીપ દોડાવવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગુ થતાં એસ.ટી.ના પૈડાં થંભી ગયા હતા. જેનાં કારણે ગાંધીનગર ડેપોને લાખો રૂપિયા નુકશાની વેઠવાનો વખત આવ્યો હતો. જાે કે કોરોનાકાળ પછી તહેવારોની મૌસમ શરૂ થઈ હોવાથી ધીમે ધીમે એસ.ટી ડેપો આવક રળવા માંડ્યું છે. મોટા ધાર્મિક તહેવારો નિમિત્તે એસ.ટી તંત્ર દ્વારા ખાસ બસો દોડાવવામાં આવતી રહેતી હોય છે. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાને ગાંધીનગર એસ.ટી તંત્ર દ્વારા આગોતરું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. રેગ્યુલર રૂટ સિવાય વધારાની ૬૦ જેટલી બસો દોડાવવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે એસ.ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે રેગ્યુલર રૂટો પર બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને વતનમાં જવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે બસના રૂટ વધારવામાં આવશે. જે મુજબ અલગ-અલગ રૂટ પર બસો દોડાવવામાં આવશે. આ માટે અત્યારથી ડ્રાઇવર અને કંડક્ટરને સૂચન કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *