ગીરગઢડા તાલુકાકા શાંણાવાકીયા ગામે ગે.કા. જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી ચાર જુગારીઓને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સવજી લાખા ભાલીયા, રામ ગોવિંદ મકવાણા, ધુસા મેરામણ ચાંદુ કાંઠી રહે. શાણાવાકીયા, રમેશ ઉર્ફે રણ બાવુ ભીલ રહે. ફાયરીયા તા.જાફરાબાદ વાળા શાંણાવાકીયા ગામે જાહેરમાં ગે.કા. જુગાર રમી રમતા હોય પોલીસે રેઇડ કરતા રકમ રકમ સહીત સાહીત્ય સહીત રૂ.૧૦ હજારથી વધુનો મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી પો.હેડ.કો. એસ વી સોલંકીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
