Gujarat

જામનગર તાલુકાના તમાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામા આવેલ ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૬૮ કિ.રૂ. ૬૮૦૦/- તથા મોબાઇલ ફોન, વાહન મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

જામનગર તાલુકાના તમાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામા આવેલ ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૬૮ કિ.રૂ. ૬૮૦૦/- તથા મોબાઇલ ફોન, વાહન મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

જામનગર જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી નીતેશ પાંડેય સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો થર્ટી ફસ્ટ અન્વયે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા સંજયસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર તાલુકાના તમાચણગામે માંડવરાયના મંદીર પાસે રહેતા આરોપી ઉપેન્દ્રસિંહ ઉર્ફે હકુભા માધુભા પરમારના કબ્જાના મકાનમાં ફળીયામા પડેલ અર્ટીગાકાર માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૬૮ કિ.રૂ. ૬૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- તથા અર્ટીગાકાર નંબર જી.જે.૧૦ ડીઇ ૭૨૩૪ કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/ નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સબ ઇન્સ. શ્રી કે.કે.ગોહીલએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી દિપકભાઇ પરમાર મારવાડી રહે. રાજસ્થાન વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી, પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, ખીમભાઇ ભોચીયા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે

IMG-20211231-WA0001-1.jpg IMG-20211231-WA0004-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *