*અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ રેતી ચોરીની પ્રવૃતિને ડામવા નદીઓ માંથી રેતી ચોરી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓના સીધા માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગઈ તા.૧૨/૧૨/૨૦૨૧ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી રૂરલ પો.સ્ટે. વિસ્તારના દેવળીયા ગામે આવેલ શંત્રુજી નદી કેટલાક લોકો ટ્રેક્ટરોમાં રેતી ભરી રેતી ચોરી કરે છે , તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર પી.બી.લક્કડ સાહેબ તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ટ્રેક્રટર/ટ્રોલી નંગ – ૭ કુલ કી.રૂા. ૧૭,૫૦,૦૦૦/- તથા રેતી ૧૬ ટન રૂા. ૮૦૦૦/- મળી કુલ મુદામાલ ૧૭,૫૮,૦૦૦/- મા વગર રોયલ્ટી લીઝ કે પરમીટ વગર રેતી ચોરી કરતા સાત ઈસમોને પકડી પાડી, તમામ ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
રેતી ખનન કરતા *પકડાયેલ ઇસમો*1- રોહનભાઈ દેવજીભાઈ માધડ, રહે.દેવળીયા તા.જિ.અમરેલી
2- અશ્વીનભાઈ સોમાભાઈ માધડ રહે.દેવળીયા તા.જિ.અમરેલી
3- પ્રકાશભાઈ જેઠાભાઈ પરમાર રહે.ગોઢાવદર તા.લીલીયા
4- સુનીલભાઈ દીનેશભાઈ જાદવ રહે.દેવળીયા તા.જિ.અમરેલી
5- કમલેશભાઈ દરૂભાઈ શિગાડ, રહે.દેવળીયા તા.જિ.અમરેલી
6- દીનેશભાઇ સાજણભાઇ માધડ રહે.દેવળીયા તા.જિ.અમરેલી
7- અમરશીભાઇ ગોરાભાઇ માધડ રહે.દેવળીયા તા.જિ.અમરેલી
*મુદામાલ*કુલ ટ્રેક્રટર/ટ્રોલી નંગ – ૭ કુલ કી.રૂા. ૧૭,૫૦,૦૦૦/- તથા ખનન રેતી ૧૬ ટન રૂા. ૮૦૦૦/- મળી *કુલ મુદામાલ ૧૭,૫૮,૦૦૦/-* નો મુદ્દામાલ
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ* નાઓની સુચના અને જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓના સીધા માર્ગદર્શન મુજબ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર પી.બી.લક્કડ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


