Gujarat

નડિયાદમાં સમાધાન કરવા આવેલા લોકો વચ્ચે હુમલો

નડિયાદ
નડિયાદ શહેરના મંજીપુરા રોડ પર રહેતા ૨૦ વર્ષિય પ્રદિપ હરીશ ટહેલ્યાણી પોતાના પિતાની દુકાનમાં મદદગારી કરે છે. તેઓ ગતરોજ સાંજના પરત આવતા હતા આ દરમિયાન પ્રદિપ પર તેના કાકાના દિકરા રવીનો ફોન આવ્યો હતો. અને તેણે જણાવ્યું કે આપણી સોસાયટીના નાકે ઊભો હતો આ દરમિયાન ચાર મિત્રોએ મારી સાથે ઝઘડો કર્યો હતો. પ્રદિપ આ ઝઘડો કરનાર વ્યક્તિને ઓળખતો હોવાને કારણે તેણે આ અંગે ઝઘડો કરનાર પૈકી પંકજ રમેશ ચૌહાણને ફોન કરી જણાવ્યું કે, તમે મારા ભાઈ સાથે કેમ ઝઘડો કર્યો હતો. જેથી પંકજે કહ્યુ કે જાે તારે સમાધાન કરવું હોય તો તું મંજીપુરા પંચાયત પાસે આવ. જ્યારે પ્રદિપે કહ્યું કે, ત્યાં નહી આપણે કમળા ચોકડી પાસે આવેલી એક હોટલે મળીએ. જેથી પ્રદીપ અને પંકજ તથા પંકજની સાથે આવેલા તેના ત્રણ જેટલા મિત્રો તમામ ઉપરોક્ત હોટલ ખાતે મળ્યા હતા. હોટલ પર ઝઘડાનું સમાધાન પણ કરાયું હતું. જે બાદ તમામ લોકો છુટા પડ્યા હતા. અને થોડે દુર મંજીપુરા ચોકડી પાસે પ્રદીપનો મિત્ર તરુણ પંડિત ઊભો હતો. તેથી પ્રદીપ તેની સાથે વાત કરતો હતો. આ દરમિયાન પંકજ ચૌહાણે દંડો લઈ આવી પ્રદીપ પર હુમલો કર્યો હતો અને જણાવ્યું કે તું અમારી વાત બધાને કેમ કરે છે. જ્યારે પંકજનું ઉપરાણું લઈ આવેલા તેના મિત્રો વિષ્ણુ ઉર્ફે લોટીયો અર્જુનભાઈ સોઢા, કરણ ગોપાલભાઈ દરબાર અને સંજય નામના વ્યક્તિઓએ પ્રદિપને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા આ ઝઘડામાં ઝપાઝપી દરમિયાન પ્રદીપે ગળામાં પહેરેલી સોનાની ચેન ક્યાંક પડી ગઈ હતી. જે બાદ ઘવાયેલા પ્રદિપને સારવાર અર્થે ખસેડાયો હતો. આજે તેણે ઉપરોક્ત ચારેય હુમલાખોરો સામે નડિયાદ ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છેનડિયાદના મંજીપુરા ચોકડી પાસે ઝઘડાનું સમાધાન કરી પરત ફરતાં લોકો ફરીથી બાખડ્યાંની ઘટના સામે આવી છે. સમાધાનની બેઠક કરી જે બાદ છુટા પડ્યા પછી અન્ય મિત્રો સાથે ઊભા રહેતા તું અમારી વાત બધાને કેમ કરે છે તેમ કહી ચાર મિત્રોએ એક પર ડંડા વડે હુમલો કર્યો હતો. આ અંગે ઘાયલ યુવકે ચાર મિત્રો સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *