Gujarat

બસ જીવતાં જીવે તો સેવા થાય પણ મૃત્યુ બાદ પણ કોઈની આંખોનાં નૂર બનીને મૃત્યુને પણ મહોત્સવ બનાવી શકાય.. સાવરકુંડલા શહેરનાં અગ્રગણ્ય એડવોકેટ નીતાબેન સરવૈયાનો મૃત્યુ બાદ અંગદાનનો મહત્વનો પ્રેરણાદાયી નિર્ણય..

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેરનાં લબ્ધપ્રતિષ્ઠ એડવોકેટ નીતાબેન સરવૈયાનો તેના ભત્રીજાનાં જન્મદિવસ પર પોતાના દેહનું અંગદાન કરવાનો સ્તુત્ય નિર્ણય. સાવરકુંડલા શહેરીજનોમાં માનવસેવાની આ ચરમ સીમા સમા નિર્ણયની ભારે પ્રશંસા થઈ રહી છે.
બસ મૃત્યુને મહોત્સવ બનાવવાની આ શ્રેષ્ઠ તક ઝડપી લેવાની હિંમતને ખરેખર બિરદાવી સમગ્ર સમાજે આ પરથી પ્રેરણા લેવી જોઈએ કે જો શરીર નાશવંત હોય તો તેનો સદુપયોગ માનવજાત માટે શા માટે ન કરીએ.?
ભત્રીજાનાં જન્મદિવસ ઉપર સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં સાવરકુંડલા શહેરનાં વકીલ શ્રી નીતાબેન સરવૈયાએ પોતાના અંગોનું દાન આપવાનો નિર્ણય કર્યો.. ખરેખર સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી નિર્ણય..આમ મૃત્યુને પણ મહોત્સવ બનાવી શકાય જો માનવજાત ઈચ્છે તો એવો સૂર આ સમગ્ર ઘટના પરથી અવશ્ય લઈ શકાય છે.

IMG-20211228-WA0235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *