Gujarat

બે પાર્ટનર વચ્ચે ફ્રેન્ડશીપ સોૈથી વધુ મહત્વની હોય છે ઃ પૂજા બેનરજી

મુંબઈ , તા.૨૯
વિશ્વાસ, પ્રેમ અને દેખભાળ આ બધુ બીજા ક્રમે આવે, સોૈથી પહેલા મહત્વની હોય છે બે પાર્ટનર વચ્ચેની ફ્રેન્ડશીપ. ટીવી પરદાની અભિનેત્રી પૂજા બેનરજીએ સફળ લગ્નજીવનનો મંત્ર આપતા આ વાત કરી હતી. ટીવી શો કુમકુમ ભાગ્યમાં પૂજા રિયાનું પાત્ર ભજવીને જાણીતી બની છે. કોરોનાને કારણે શૂટિંગ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોને કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. પૂજા કહે છે બે પાર્ટનર જાે સારા ફ્રેન્ડ્‌સ હશે તો તે બંને એકબીજાને સમજવાની કોશિશ કરશે. હું ચોથા ધોરણમાં હતી ત્યારથી સંદીપને ઓળખતી હતી. અમે લાઇફ પાર્ટનર બનવાનું નક્કી કર્યું એ પહેલાં ઘણા સમય સુધી અમે ફ્રેન્ડ્‌સ હતાં. અમે જ્યારથી એકબીજાને બરાબર ઓળખતાં થયાં અને ડેટિંગ કરતાં થયાં ત્યારે મારો એક જ મંત્ર હતો કે ઓનેસ્ટી અને સિન્સિયારિટી. સંદીપ અને હું એકબીજાનાં શેડ્યુલ એવી રીતે નક્કી કરીએ છીએ જેથી અમને સમય મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *