અમરેલી નગરપાલિકામાં ગત વર્ષની ભા.જ.પ. સાશીત બોડીએ મારૂતિ એજન્સીને અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં સી.સી. રોડ બનાવવા માટે લાખો રૂપીયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતા અને આ રોડમાં નાનું મટી૨ીલ્સ વાપરવાના કારણે વર્ક ઓર્ડર મુજબ એગ્રીમેન્ટ મુજબ કામના થતા ગેરંટી પીરીયડ પહેલા જ કુલ ૧૮ રોડ તુટી ગયેલ, જર્જરીત થઈ ગયેલા છે અને જે બાબતે પ્રાદેશિક કમીરનર ભાવનગરને લેખીત રજુઆતો કરતા તેઓએ આ મારૂતિ એજન્સીને નોટીસ ફટકારીને “આ તમામ રોડ ફરીવાર બનાવવાની નોટીસ આપી તાત્કાલીક રીપેરીંગ કરવાનું સુચવવામાં આવેલ છે. છતાં પણ આ નોટીસમાં દર્શાવેલ રસ્તાઓમાંથી એક-બે રસ્તાઓ રીપર કરવામાં આવ્યા છે.
આમ છતા અમરેલી નગરપાલિકા દ્વારા તાજેત૨માં શહેર માટે આયોજન કરેલા કુલ-૩૧૦ રસ્તાઓ રૂા.૧૦ (દસ) કરોડના કામ આવી બેદરકારી ભરી, ભષ્ટ એજન્સીને સોંપેલા છે અને તમામ રસ્તો બનાવવા માટેના વર્ક ઓર્ડર આપી દીધેલા છે. તો આવી એજન્સીને ફરીવાર કરોડો રૂપીયાનું કામ સોંપીને અમરેલી શહેર માટે નબળા રોડ બનાવવામાં આવશે જે અમરેલી પાલિકાના સતાધીશો સારી રીતે જાણે છે. છતાં પણ આ એજન્સીને શા માટે કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે ? એ આ આગામી દિવસોમાં અમરેલી શહેરના નાગરીકો સવાલ કરી રહ્યા છે. જેનો જવાબ અમરેલી નગરપાલિકાના સત્તાધીશોએ આપવો જ પડશે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


