Gujarat

મતદાન સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત સાવરકુંડલા શહેરમાં નિર્દિષ્ટ બૂથો પર બી.એલ.ઓ. દ્વારા મતદાર સુધારણા અંગે આજે રવિવારે સવારે ૧૦ થી સંબંધિત કાર્ય ફરજ બજાવતા જોવા મળ્યાં.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
છે જનજાગૃતિ પણ હવે ખૂબ જરૂરી, બહુજન હવે ચૂંટણીમાં પણ રસ લેતાં થાય..
મતદાર સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ આ સંદર્ભે માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમરેલી દ્વારા સમગ્ર ઝૂંબેશના ભાગ રૂપે સાવરકુંડલા શહેરમાં પણ ચૂંટણી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નિર્દિષ્ટ કરેલાં તમામ બૂથો પર  આજે રવિવારે પણ સવારનાં ૧૦ વાગ્યાથી સાંજે ૫ કલાક સુધી મતદાર નોંધણી સુધારા વધારા કે નામ કમી કરવાનાં ફોર્મ જરૂરી પુરાવા સાથે બી.એલ.ઓ. અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ સંદર્ભ સાવરકુંડલા શહેરમાં વિવિધ બૂથો પર પત્રકાર બિપીનભાઈ પાંધીએ મુલાકાત લીધી હતી. ખાસ કરીને આ સંદર્ભે બૂથ નં ૧૪૦,૧૪૧ ૯૭ સાવરકુંડલા મતદાર સુધારણા ઝૂંબેશ સંદર્ભે અહીં ગુરૂકૂળ હાઈસ્કૂલનાં પ્રિમાઈસિસમાં પણ પણ બી.એલ.ઓ. પોતાની ફરજમાં વ્યસ્ત હતાં. તો સાવરકુંડલા એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ૯૭ સાવરકુંડલાનાં *બૂથ નં ૧૩૮  ખાતે ઠુંબર ક્રિપાલભાઈ આર પણ બી.એલ. ઓ. તરીકે ફરજ બજાવતા જોવા મળ્યાં હતાં. જો કે તેમની સાથે થોડી વાતચીત કરતાં તેમણે એ પણ જણાવ્યું હતું પોતે સવારે નવ વાગ્યાથી જ પોતાના બૂથ વિસ્તારમાં ફરી અને મતદાર નોંધણી અંગે લોકોને માહિતગાર પણ કરતાં જોવા મળેલ.* તેમણે એ પણ જણાવ્યું હતું હાલ લગ્ન ગાળાની સીઝન હોય લોકો જોઇએ તેવો પ્રતિસાદ નથી આપતાં. તો ૯૭
સાવરકુંડલા *બૂથ નં ૧૬૦ ખાતે બી.એલ.ઓ તરીકે ફરજ બજાવતા ભટ્ટ ચેતનકુમાર મનુભાઈએ પણ જણાવ્યું હતું તેઓ મતદાર જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ લોકોમાં જોઈએ તેવો ઉત્સાહ જોવા નથી મળતો..* આમ આજે મતદાર સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ ના આ દિવસે નવાં મતદારો માટે પણ ફોર્મ ભરાયા તો સુધારા વધારા માટે પણ ફોર્મ ભરાયાં.
  એકંદરે મતદાન માટેનું પ્રથમ પગથિયું મતદાર સુધારણા અંગે હજુ પણ જોરદાર જનજાગૃતિ અભિયાન ચલાલવું જોઈએ તેવું તારણ તો અવશ્ય નીકળ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *